Connect Gujarat

સુરત : સચીન જીઆઇડીસીમાં કાપડના ગોડાઉનમાં ભીષણ આગ, ફાયરની ટીમ ઘટનાસ્થળે

સુરત : સચીન જીઆઇડીસીમાં કાપડના ગોડાઉનમાં ભીષણ આગ, ફાયરની ટીમ ઘટનાસ્થળે
X

સુરતના સચિન વિસ્તારમાં કાપડની ચિંદી ,પ્લાસ્ટિકના વેસ્ટ ગોડાઉનમાં અચાનક આગ ફાટી નીકળી હતી.આગ લાગવાની સાથેજ ભારે દોડધામ મચી હતી. ઘટનાની જાણ ફાયર વિભાગને થતાં ઘટના સ્થળે દોડી આવી આગ પર પાણીનો મારો મારી આગ કાબુ મેળવા કવાયત હાથ ધરી હતી.

સુરત સચિન જીઆઇડીસી પોલીસ મથકની સામે આવેલ નવજીવન હોટલની બાજુમાં આજ રોજ કાપડની ચિંદી,પ્લાસ્ટિકનાં ગોડાઉનમાં અચાનક આગ ફાટી નીકળી હતી. આગ લાગવાની જાણ ફાયર વિભાગને થતા ફાયર કાફલો ઘટના સ્થળે દોડી આવ્યા હતા. કાપડની ચિંદી અને પ્લાસ્ટિકના વેસ્ટ માલ હોવાતી આગએ વિકરાળ સ્વરૂપ ધારણ કર્યું હતું સાથેજ મનપાની ટીમ પણ ઘટના સ્થળે દોડી આવી હતી. માપનાની ટીમ દ્વારા જેસીબી મશીનનાં મદ્દતથી વેસ્ટ માલ સમાનને દુર કરવા કામગીરી હાથ ધરી હતી. આગની ઘટનાને લઈ આકાશમાં કાળા ડીબાંગ ધુમાડાનાં ગોળે ગોળા જોવા મળ્યા હતા. બીજી બાજુ ફાયર વિભાગની ટીમ દ્વારા સતત્ત પાણીનો મારો મારી આગ પર કાબુ મેળ્યો હતો. આગ લાગવાનું કારણ કોઈ અજાણ્યા ઇસમ દ્વારા બીડી પીને નાખી દેવાથી આગ લાગવાનું કારણ જાણવા મળ્યું છે હાલ ફાયર વિભાગે આગ પર કાબુ મેળવી કુલીંગની કામગીરી હાથ ધરી છે.

Next Story
Share it