Connect Gujarat
ગુજરાત

સુરત-સરથાણા તક્ષશિલા અગ્નિકાંડને એક મહિનો પૂર્ણ : ઘટના સ્થળે પરિવારજનોએ મૃતકોને અર્પણ કરી શ્રદ્ધાંજલી

સુરત-સરથાણા તક્ષશિલા અગ્નિકાંડને એક મહિનો પૂર્ણ : ઘટના સ્થળે પરિવારજનોએ મૃતકોને અર્પણ કરી શ્રદ્ધાંજલી
X

સુરતના સરથાણામાં આવેલા તક્ષશીલા બિલ્ડીંગમાં આગ લાગી હતી અને આ ઘટનામાં ૨૨ બાળકોએ પોતાની જિંદગી ગુમાવી હતી. આ ઘટનાને આજે ૧ મહિનો પૂર્ણ થયો છે જ્યારે આજે મૃતકના પરિવાર જનો તક્ષશિલા આરકેડ પહોંચ્યા હતા. પોતાના સંતાનોના તસ્વીરની સમક્ષ તમામ પરિવારજનો ઉભા રહી શ્રદ્ધાંજલી અર્પણ કરી હતી. ત્યારે આજે ૧ મહિના બાદ આ બિલ્ડીંગ ફરી શરૂ થયું છે.

સુરતના સરથાણા વિસ્તારમાં આવેલા તક્ષશીલા આર્કેડમાં આજથી બરોબર એક મહિના પહેલા આગ લાગી હતી અને આ ઘટનામાં ૨૨ બાળકોના મોત નીપજ્યા હતા. આ ઘટનાએ માત્ર સુરત જ નહિ પરંતુ દેશને હચમચાવી દીધો હતો. આ ઘટના એટલી કરુણ હતી કે આજે પણ તેને યાદ કરીને લોકોની આત્મા પણ કંપી ઉઠે છે. આજે આ ઘટનાને એક મહિનો પૂર્ણ થયો છે ત્યારે આજે મૃતકના પરિવાર જનો તક્ષશિલા આરકેડ પહોંચ્યા હતા. પોતાના સંતાનોની તસ્વીર સમક્ષ તમામ પરિવારજનો ઉભારહ્યા હતા. પરિવારના તમામ સભ્યો આંખમાં આંસુ લઈને ઘટનામાં મૃત્યુ પામેલા માસૂમોને શ્રદ્ધાંજલિ અર્પણ કરી હતી.

તક્ષશિલા અગ્નિકાંડમાં મૃત્યુ પામેલા ૨૨ માસુમોના પરિવારજનો તક્ષશિલા આર્કેડ ખાતે આંખમાં આંસુ લઈ શ્રદ્ધાંજલિ અર્પિત કરતા સ્થળ પર ઉપસ્થિત લોકોના આંખોમાં આસુ આવી ગયા હતા. અને આજે ૧ મહિના બાદ ધીમે ધીમે આ બિલ્ડીંગ ધમધમતું થયું છે, ત્યારે બિલ્ડીંગમાં દુકાનદરો દ્વારા પોતાના પરિવારનું ગુજરાન ચલાવવા અહી દુકાનો શરુ કરવામાં આવી છે. પરંતુ તે પહેલા દુકાનદરો દ્વારા અહી બાળકોની આત્માની શાંતિ માટે અને આવી જ કોઈ ઘટના ફરીવાર ન બને તે માટે હવન પણ રાખવામાં આવ્યો હતો. આ ઘટનામાં જવાબદારો સામે એક પછી એક ધરપકડનો દોર પણ શરુ થયો છે, પરંતુ હજી પણ આ ઘટનામાં મૃત્યુ પામેલા બાળકોના પરિવારજનો તંત્ર પાસે પોતાને ન્યાય મળે આશ લગાવીને બેઠા છે.

Next Story
Share it