Connect Gujarat

સુરત : સ્વચ્છ ભારત અભિયાનના લિરેલિરા ઊડ્યાં, ખાડીની ગંદકીથી સ્થાનિકોના હાલ બેહાલ

સુરત : સ્વચ્છ ભારત અભિયાનના લિરેલિરા ઊડ્યાં, ખાડીની ગંદકીથી સ્થાનિકોના હાલ બેહાલ
X

સ્વચ્છ ભારત અભિયાનના લિરેલિરા ઉડાવતી ઘટના સુરતના પુણાગામ વિસ્તારમાં બની છે. લોકોના ઘર અને ગટર સાફ રાખતી ખાડી જ હાલ બેહાલ થઈ ચુકી છે. સુરત મહાનગર પાલિકાના અધિકારીઓને આ ખાડીની દુર્દશા દેખાતી ન હોય તેમ ખાડી પર સ્વચ્છતાના નામે માત્ર મીંડું જોવા મળ્યું હતું.

સ્વચ્છતાની વાતો કરતી સુરત મહાનગર પાલિકા સ્વચ્છ ભારત અભિયાન અંતર્ગત ઘણા

પૈસાનો વેડફાટ કરતી હોવાનું સામે આવ્યું છે. મનપાના અધિકારીઓને

માત્ર આરામમાં જ રસ હોય તેમ લાગી રહ્યું છે. સુરતની

વચ્ચેથી પસાર થતી ખાડીની ગંદકીથી પુણાગામની માતૃશક્તિ

સોસાયટીના રહેવાસીઓ કંટાળી રોડ પર ઉતરી આવી વિરોધ નોંધાવ્યો હતો. ખાડીની ગંદકીના કારણે

મચ્છરોના ઉપદ્રવથી લોકો બીમારીના

ભરડામાં આવી ગયા છે.

મહત્વની વાત તો એ છે કે, સુરત

મહાનગરપાલિકા દ્વારા ખાડી પેક કરવાનું કામ ચાલી રહ્યું હતું. પરંતુ તે કામ હાલ

પૂરતું તો અધૂરું છોડી દીધું હોય તેમ કામ આગળ વધારવાના બદલે કામ અધ્ધર જ રાખી દેવામાં આવ્યું છે. જેના કારણે ખાડીનું પાણી

આગળ નહીં જતાં ગંદકીનું સામ્રાજ્ય ખૂબ વધ્યું છે, ત્યારે ખરાબ દુર્ગંધ અને ગંદકીના કારણે સ્થાનિકોમાં ભારે રોષ જોવા મળ્યો હતો. હવે સુરત મહાનગરપાલિકાના અધિકારીઓ ક્યારે લોકોની

વહારે આવી ગંદકીમાંથી મુક્તિ અપાવે તે જોવું રહ્યું.

Next Story
Share it