સુરત જિલ્લન માંડવી‌ ઝંખવાવ રોડ ઉપર ફેદરીયા ગામ ખાતે ગેરકાયદેસર પશુ વહન કરતી ટ્રક ઝડપાઈ. વાહનની તપાસ કરતાં કુલ ૧૨ ભેંસોને ક્રૂરતાપૂર્વક લઇ જવામાં આવી રહી હતી.

માંડવીના જીવદયાપ્રેમી ચિરાગ પૂજારીને બાતમી મળી હતી કે, ભેંસો ભરેલો ટાટા ટર્બો ટ્રક નં. જીજે.૧૬.ઝેડ.૮૬૮૬ ઝંખવાવથી ફેદરીયા થઈ ઉકાઈ તરફ જનાર છે. બાતમી મુજબ વોચ ગોઠવતા રાત્રિના ૧૧ વાગ્યાના સુમારે ટ્રક આવતા સ્થળ પર રોકવામાં આવ્યો હતો. ટ્રકની તપાસ કરતા તેમાં ૧૨ જેટલી ભેંસો જોવા મળી હતી. જે ટૂંકા દોરડા વડે ઘાસ, પાણી કે ફ્લોરિંગ વગર ક્રૂરતાપૂર્વક પશુ વહનના કાયદાઓનો ભંગ કરી લઈ જવામાં આવી રહી હતી.

ઉપરાંત વાહનના ચાલકને પૂછપરછ કરતા એક ભરૂચના મહમ્મદપુરાનો રહેવાસી મેહબૂબ રસૂલ તેમજ અન્ય એક કંથારીયાના રહેવાસી ક્લીનર આદમ ઇબ્રાહિમ મલિક જણાવ્યું હતું. ભેંસોના માલિક વિશે પૂછતાં ભરૂચ નેશનલ હાઇવે ૮ પર ગુલિસ્તાન તબેલા પરથી ટ્રકના માલિક લિયાકત અહમદ મોગલે ભરેલાનું જણાવ્યું હતું. પશુ વહનના તમામ કાયદાઓનો ભંગ કરેલ હોવાથી ટ્રકને માંડવી પોલીસ સ્ટેશન લઇ જઇ ગુનો નોંધી આગળની વધું કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here