Connect Gujarat

સુરત : ATMનો પાસવર્ડ જાણી ઠગાઇ કરતાં ત્રણ આરોપી ઝબ્બે, જુઓ કેવી રીતે ફુટયો ભાંડો

સુરત : ATMનો પાસવર્ડ જાણી ઠગાઇ કરતાં ત્રણ આરોપી ઝબ્બે, જુઓ કેવી રીતે ફુટયો ભાંડો
X

સુરત જિલ્લા કડોદરા

પોલીસે એવા ત્રણ આરોપીઓને ઝડપી પાડ્યા છે કે, જેઓ ATMમાં પૈસા ઉપાડવા

જતા લોકોના ATMના પાસવર્ડ જાણી લોકો સાથે છેતરપીંડી કરતા હતાં.

સુરત જિલ્લામાં ATM

સેન્ટરની બહાર અડ્ડો જમાવી ગામડિયા કે અભણ જેવા દેખાતા લોકોને ટાર્ગેટ

બનાવી પૈસા ઉપાડતા સમયે તેમનો પીન જોઈ લેતા અને સમય મળે તો ATM

બદલી લેતા અથવા બહાર જઈ ATM લૂંટી લેતા હતા.

ત્યાર બાદ અન્ય ATM સેન્ટર પર જઈ ATM કાર્ડનો ઉપયોગ કરી

મોલ તથા અન્ય સ્થળોએ ખરીદી કરી લેતા. જોકે આ ભેજાબાજોએ ખરીદી કરતા સમયે ભૂલ કરતાં

પોલીસના સકંજામાં આવી ગયા હતા.

આ ભેજાબાજોએ

જ્યાંથી ખરીદી કરી હતી ત્યાંના અને ATM સેન્ટરના સીસીટીવી

ફૂટેજ મેચ થઇ ગયા હતા. જ્યાં આજ લોકો હોવાની પુષ્ટિ થઇ,

અને ઘટતામાં પૂરું જ્યાંથી ખરીદી કરી ત્યાંથી ખરીદીના બીલમાં પોતાના મોબાઈલ

નંબર અને સરનામું પણ આપ્યું હતું, ત્યારે હાલ પોલીસે

આ ત્રણેય ભેજાબાજોને ઝડપી લઇ તેમની પાસેથી 60,000 હજારની રોકડ,

મોબાઈલ અને ખરીદી કરેલો સામાન મળી કુલ રૂપિયા 1.59

લાખનો મુદ્દામાલ જપ્ત કર્યો છે. આ ત્રણેય ભેજાબાજોએ ત્રણ જેટલા ગુનાની

કબુલાત કરી છે અને પોલીસને વધુ આશા છે કે હજુ પણ કેટલાક ગુના ઉકેલાઈ જશે.

Next Story
Share it