Connect Gujarat
ગુજરાત

સુરત: BTS દ્વારા સુમુલ ડેરીના ચેરમેનના આદિવાસી સમાજને લઈને નિવેદન મુદ્દે કલેકટરને આપ્યું આવેદન

સુરત: BTS દ્વારા સુમુલ ડેરીના ચેરમેનના આદિવાસી સમાજને લઈને નિવેદન મુદ્દે કલેકટરને આપ્યું આવેદન
X

રાજુ પાઠક સામે એટ્રોસીટીની ફરિયાદ દાખલ કરી કાયદેસરની કાર્યવાહી કરવા માંગ

સુરત સુમુલ ડેરીના ચેરમેન રાજુભાઈ પાઠકે આદિવાસી સમાજને લઈને કરેલા નિવેદનને લઈને સુરતમાં ભીલીસ્તાન ટાઈગર સેના દ્વારા આવેદન પત્ર આપવામાં આવ્યું હતું.

સુરતમાં ભીલીસ્તાન ટાઈગર સેના દ્વારા સુરત કલેકટરને આવેદન આપવામાં આવ્યું હતું જેમાં જણાવ્યું હતું કે સુરત સુમુલ ડેરીના ચેરમેન રાજુભાઈ પાઠકે સુરતમાં એક કાર્યક્રમમાં કલેકટરની હાજરીમાં આદિવાસીઓને નકશલવાદી પ્રવૃત્તિ સાથે જોડાયેલા છે. તેવું નિવેદન આપવામાં આવ્યું હતું. જેને લઈને તેઓ દ્વારા વિરોધ નોંધાવવામાં આવી રહ્યો છે અને રાજુ પાઠક સામે એટ્રોસીટીની ફરિયાદ દાખલ કરી કાયદેસરની કાર્યવાહી કરવા માંગ કરી હતી.

Next Story