સુરત : SD જૈન સ્કૂલના વિદ્યાર્થીઓને ઓનલાઈન શિક્ષણ ગ્રુપમાંથી રીમુવ કરાયા, જુઓ પછી શું થયું..!

0

સુરત શહેરમાં ઓનલાઈન શિક્ષણ, સ્કૂલ ફીને લઈ વાલીઓએ DEO કચેરી ખાતે વિરોધ નોંધાવ્યો હતો. હાથમાં બેનરો લઈ SD જૈન સ્કૂલના વાલીઓ સહિત વિદ્યાર્થીઓ DEO કચેરી ખાતે રજૂઆત કરવા પહોંચ્યા હતા.

સુરતના વેસુ વિસ્તારમાં આવેલ SD જૈન સ્કૂલ દ્વારા વિદ્યાર્થીઓને ઓનલાઇન ક્લાસીસમાંથી કાઢી મૂકતા રોષે ભરાયેલા વાલીઓ DEO કચેરી  ખાતે રજૂઆત કરવા પહોંચ્યા હતા. જેમાં એફઆરસી નિર્ધારિત ફી ભરી હોવા છતાં શાળા દ્વારા ફરી ફી માંગવામાં આવી રહી છે, ત્યારે ઉગ્ર વિરોધ સાથે હાથમાં બેનરો લઈ વાલીઓ સહિત વિદ્યાર્થીઓ પણ સ્કૂલ યુનિફોર્મમાં DEO કચેરી બહાર જોવા મળ્યા હતા. “શિક્ષણના વ્યાપારને બંધ કરો” અને “વિદ્યાર્થીઓનું ભણતર શરૂ કરો”ના નારા લગાવી શાળા સંચાલકો વિરુદ્ધ કાર્યવાહી થાય તેવી માંગ કરવામાં આવી હતી.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here