Connect Gujarat
ગુજરાત

સુરેન્દ્રનગરના લીંબડીમાંથી દેશી તમંચા સાથે બે આરોપી ઝડપાયા

સુરેન્દ્રનગરના લીંબડીમાંથી દેશી તમંચા સાથે બે આરોપી ઝડપાયા
X

લીંબડી ટાઉન

વિસ્તારમાંથી હથિયારોના સોદાગર બે શખ્સને એલસીબી પોલીસે ઝડપી લીધા : પોલીસ હથિયારો

સાથે રૂ.૬૦, ૫૦૦ મુદ્દામાલ કબજે લીધો

સુરેન્દ્રનગર જિલ્લામાં

અવારનવાર બનતા ફાયરિંગના બનાવો અટકાવવા માટે અને ગેરકાયદેસર રીતે હથિયારો રાખનાર

ઇસમોને શોધી કાઢવા પોલીસ અધિક્ષક મહેન્દ્ર બગડીયા એ એલસીબી પોલીસને સૂચના આપી હતી.

આ સૂચનાના ભાગરૂપે એલસીબી પીઆઈ ડી.એમ ઢોલના માર્ગદર્શન હેઠળ એલસીબી ટીમે લીંબડી

ટાઉન વિસ્તારમાં સઘન પેટ્રોલિંગ હાથ ધર્યું હતું. પેટ્રોલીંગ દરમ્યાન હર્ષદ

કિશોરભાઈ સોલંકી (રે લીંબડી) ખારા વાસના નાકે થી ઝડપાઇ ગયો હતો. શખ્સની તલાશી લેતા

તેની પાસેથી દેશી હાથ બનાવટની પિસ્તોલ કિંમત રૂપિયા 20,000 મળી આવી હતી. તેમજ શખ્સની પૂછપરછ દરમિયાન છેલ્લા ત્રણ

વર્ષથી હથિયારો વેચવાનું કામ કરતો હોવાનું ખુલવા પામ્યું હતું.

શખ્સ અગાઉ તથા ગોધરા

ખાતે બે હથિયાર અને ભાવનગર મુકામે બે હથિયાર આપ્યા હોવાનું ખુલવા પામ્યું હતું.આ

ઉપરાંત નડિયાદ ખાતે એક મળી કુલ સાત હથિયારો દોઢ-બે વર્ષમાં અગાઉ લે-વેચ કરી હોવાની

પોલીસ સમક્ષ કબૂલાત આપી હતી. શખ્સ વધુ પૂછપરછમાં બે બંદૂકો પોતાના ઘરે રાખેલ

હોવાનું તથા એક દેશી હાથ બનાવટના તમંચો લીંબડી ભરવાડ વાસમાં રહેતા દેવરાજ વાલાભાઇ

સાટીયા ને આપ્યો હોવાની કબૂલાત આપી હતી. તેમજ શખ્સના રહેણાંક મકાન તલાસી લેતા ઘર

પાસેના વાડામાંથી જમીનમાં દાટેલ એક દેશી હાથ બનાવટની પિસ્તોલ કિંમત ૨૦,૦૦૦ અને દેશી હાથ બનાવટની રિવોલ્વર કિંમત 15 હજારની મળી આવતા પોલીસે કબજે લીધી હતી. આમ એલસીબી

પોલીસેઆમ એલસીબી પોલીસે એક અઠવાડિયામાં પાંચ હથિયાર સાથે ત્રણ શખ્સોને ઝડપી લીધા

છે.

Next Story