Connect Gujarat
ગુજરાત

સુરેન્દ્રનગર : બિન સચિવાલય ભરતી પરીક્ષાના આ ફૂટેજ વધારી શકે છે સરકારની મુશ્કેલી

સુરેન્દ્રનગર : બિન સચિવાલય ભરતી પરીક્ષાના આ ફૂટેજ વધારી શકે છે સરકારની મુશ્કેલી
X

સુરેન્દ્રનગર

જિલ્લાના વઢવાણ સ્થિત એસ.એન.વિદ્યાલય અને સી.યુ.શાહ ઈંગ્લીશ સ્કૂલના પરીક્ષા

કેન્દ્રમાં બિન સચિવાલયની પરીક્ષા સમયે ગેરરીતીના સીસીટીવી ફૂટેજ બહાર આવતાં

તંત્રમાં દોડધામ મચી છે. ઘટના બાદ કલેકટરે તપાસના આદેશ આપી દીધાં છે.

રાજયમાં બિન સચિવાલયની ભરતી પરીક્ષા દરમિયાન ગેરરીતી મુદે સરકારના માથે માછલા ધોવાઇ રહયાં છે ત્યારે સુરેન્દ્રનગર જિલ્લાના વઢવાણની એક શાળામાં પરીક્ષા દરમિયાન એક પરીક્ષાર્થી ચોરી કરતો હોવાના સીસીટીવી ફૂટેજ તંત્ર અને સરકારની મુશ્કેલીમાં વધારો કરી શકે છે. એસ.એન.વિદ્યાલયના પ્રિન્સિપાલે બિન સચિવાલયની પરીક્ષામાં એક પરિક્ષાર્થી દ્વારા ગેરરીતિ કરવામાં આવતી હોવાનું સ્વીકાર્યું હતું. કોપી કરતા પરિક્ષાર્થી સામે સરકાર જે પગલાં લેશે તે શાળાને મંજુર રહેશે.

તો બીજી તરફ

સી.યુ.શાહ ઈંગ્લીશ સ્કૂલના પ્રિન્સિપાલ અજીકુમારે પ્રતિક્રિયા આપતા જણાવ્યુ હતું

કે, પરીક્ષા

કેન્દ્રમાં કોઈ જ પ્રકારની ગેરરીતિ થઇ નથી અને સીસીટીવી ફૂટેજ અંગે પોતે અજાણ

હોવાનું જણાવી જવાબદારીથી હાથ ઊંચા કરી દીધાં હતાં.

જિલ્લા

કલેક્ટર કે. રાજેશે મીડિયા સમક્ષ જણાવ્યુ હતું કે, બિનસચિવાલયની પરીક્ષામાં ગેરરીતિના બહાર

આવેલ સીસીટીવી ફૂટેજ સાચા છે કે કેમ તેની તપાસ કરવામાં આવશે. જો કોઈ પણ પરિક્ષાર્થી દ્વારા ગેરરીતિ

જણાઈ આવશે તો હાઇ લેવલ

કમિટીની રચના કરી પગલાં ભરાશે.

Next Story
Share it