Connect Gujarat

સુષ્મા સ્વરાજને અપાઈ અશ્રુભીની શ્રદ્ધાંજલિ, નેતાઓ થયા ભાવુક

સુષ્મા સ્વરાજને અપાઈ અશ્રુભીની શ્રદ્ધાંજલિ, નેતાઓ થયા ભાવુક
X

વડાપ્રધાન નરેન્દ્ર મોદીના પાછલા કાર્યકાળમાં પોતાના મંત્રીમંડળના સહયોગી રહી ચૂકેલા સુષ્મા સ્વરાજના નશ્વર દેહને જોઇ ખૂબ જ ભાવુક થઇ ગયા હતા. સુષ્મા સ્વરાજના દિલ્હી સ્થિત આવેલા ઘરે નશ્વર દેહની સામે હાથ જોડી વડાપ્રધાન ની આંખો જાણે એકદમ ભરાય ગઇ હતી. તેઓ પોતાની પાર્ટીના ખૂબ જ તેજ તર્રાર અને લોકપ્રિય નેતાને શ્રદ્ધાંજલિ આપતા ખૂબ જ ભાવુક દેખાયા હતા. વડાપ્રધાને ખૂબ જ ગમગીન માહોલમાં સુષ્મા સ્વરાજની દીકરી બાંસુરી સ્વરાજના માથા પર હાથ ફેરવી તેમના દિલાસો આપ્યો હતો.

Next Story
Share it