Connect Gujarat

સેનાના કેમ્પ પર ફરી આતંકવાદી હુમલો, 3 આતંકી ઠાર

સેનાના કેમ્પ પર ફરી આતંકવાદી હુમલો, 3 આતંકી ઠાર
X

જમ્મુ-કાશ્મીરના કુપવાડામાં સેનાના કેમ્પ પર ફરી આતંકવાદી હુમલો થતાં કાઉન્ટર ફાયરિંગમાં ત્રણ આતંકવાદીઓ ઠાર કરાયા હતા.

ભારતીય સેનાના શ્રીનગર હેડક્વાર્ટરના પ્રવક્તા કર્નલ રાજેશ કાલિયાએ જણાવ્યું હતું કે સેનાના વળતા પ્રહારમાં ત્રણ આતંકીઓ ઠાર કરાયા હતા.

તેમણે વધુમાં જણાવ્યું હતું કે સૈન્યના ગણવેશમાં આવેલા ભારે શસ્ત્રોથી સજ્જ આતંકીઓએ રાષ્ટ્રીય રાઇફલના કેમ્પ પર આજે સવારે પાંચ વાગ્યાની આસપાસ હુમલો કર્યો હતો.

આતંકવાદીઓએ ગુરૂવારે સવારે કુપવાડા જિલ્લાના લંગાટે સ્થિત સેનાના કેમ્પ પર ફાયરિંગ કર્યું હતું. સતર્ક જવાનોએ જવાબી કાર્યવાહીમાં ફાયરિંગ કર્યું હતું. સેનાના પ્રવક્તાના જણાવ્યા અનુસાર લગભગ 15 થી 20 મિનિટ ફાયરિંગ ચાલ્યુ હતું. થોડીવાર માટે ફાયરિંગ અટકાવીને આતંકીઓએ સવારે સાડા છની આસપાસ ફરી ફાયરિંગ શરૂ કરી દીધું હતું. જોકે, સદનસીબે રાઇષ્ટ્રીય રાઇફલના કોઇપણ જવાનને ઇજા પહોંચી નહોતી.

Next Story
Share it