Connect Gujarat

સોનગઢ : રોંગ સાઇડથી આવેલું ટેન્કર 10 લોકો માટે બન્યું યમદુત, એસટી બસનો વળી ગયો કચ્ચરઘાણ

સોનગઢ : રોંગ સાઇડથી આવેલું ટેન્કર 10 લોકો માટે બન્યું યમદુત, એસટી બસનો વળી ગયો કચ્ચરઘાણ
X

પોખરણ ગામ પાસે થયેલાં ટ્રીપલ અકસ્માતમાં 22થી વધારે લોકો ઘાયલ

સોનગઢના

પોખરણ ગામ પાસે નેશનલ હાઇવે નંબર 53 પર સોમવારના રોજ બપોરના સમયે રોંગ સાઇડથી

આવેલું ટેન્કર એસટી બસ સાથે અથડાયું હતું. આજ સમયે બસની પાછળ આવતી જીપ પણ બસમાં

ઘુસી જતાં ટ્રીપલ અકસ્માત થયો હતો. ગમખ્વાર અકસ્માતમાં 10થી વધારે લોકોના મોત થયાં છે જયારે 22 જેટલા લોકોને ગંભીર હાલતમાં સારવાર માટે

ખસેડાયાં છે.

પાદરા નજીક

ડમ્પરની ટકકરે આયશર ટેમ્પોમાં સવાર 12 લોકોના મોતની ઘટનાની શાહી સુકાઇ નથી

તેવામાં ગુજરાત ફરી એક વખત રકતરંજિત બન્યું હતું. સોમવારના રોજ બપોરના સમયે એસટીની

કુશલગઢથી ઉકાઇ રૂટની બસ સોનગઢ પાસે આવેલાં પોખરણ ગામ નજીકથી પસાર થઇ રહી હતી. તે

સમયે રોંગ સાઇડથી આવેલાં ટેન્કરના ચાલકે એસટી બસ સાથે અકસ્માત સર્જયો હતો.

ટેન્કરની ટકકરે બસનો એક સાઇડનો ભાગ ચિરાઇ ગયો હતો. બસની પાછળ ચાલી રહેલી જીપનો

ડ્રાયવર પણ બ્રેક ન મારી શકતાં જીપ બસની પાછળના ભાગે ધડાકાભેર ઘુસી ગઇ હતી.

અકસ્માતના પગલે આસપાસથી દોડી આવેલાં લોકોએ ખુડદો બોલી ગયેલાં વાહનોમાંથી ઘાયલો અને

મૃતકોને બહાર કાઢવાની તજવીજ હાથ ધરી હતી. ગમખ્વાર અકસ્માતમાં 10 જેટલા લોકોના મોત થયાં છે જયારે 22થી વધારે લોકો સારવાર હેઠળ છે. હાલ તો

પોલીસે મૃતકોની ઓળખ કરવા સહિતની કાર્યવાહી હાથ ધરી છે. અકસ્માત બાદ ટ્રાફિકજામ થઇ

જતાં અન્ય વાહનચાલકો પણ અટવાયાં હતાં.

Next Story
Share it