સોની સબની રોમેન્ટિક કોમેડી જીજાજી છત પર હૈ દર્શકોને અવકાશની સેર પર લઈ જવા સુસજ્જ છે. આ ઉચ્ચ પ્રચલિત શોએ રોમાંચક અને હાસ્યસભર વાર્તાના વળાંકો સાથે દર્શકોને હસાવવાનું ચાલુ રાખ્યું છે.

સમાચાર એવા વહેતા થયા છે કે કોઈક આમ આદમીને ચંદ્રગુપ્ત 2ની ટીમ સાથે ચંદ્ર પર જવાનો મોકો મળવાનો છે. ખાસ કરીને મુરારી સહિત બધા રોમાંચિત છે. ઈલાયચીનું નટખટ મન આ સાંભળીને સક્રિય થાય છે અને તે પંચમને મંજૂર કરવા માટે પિતાનેફરજ પાડવા નવી યોજના તૈયાર કરે છે. ઈલાયચી આ યોજનાનો અમલ કરવા માટે ચંદ્રગુપ્ત 2ની ટીમના વિજ્ઞાનીઓને એમ સમજાવવા સફળ થાય છે કે પંચમ (નિખિલ ખુરાના) ચંદ્ર પર સવારી માટે અનુકૂળ ઉમેદવાર સાબિત થશે. ઈલાયચીને હવે ખાતરી છે કે પંચમ ચંદ્રની સફર કરી આવે પછી મુરારી તેમને પરણાવવા માટે માની જશે.બીજી બાજુ પિંટુ પણ ઈલાયચીની યોજના માટે મેદાન તૈયાર કરવાનું શરૂ કરે છે અને પંચમ સાથે તેના સંબંધો વિશે ચિંતા વ્યક્ત કરે છે.

પંચમ ચંદ્ર પર ગયા પછી વિખ્યાત બનતાં પોતાને ભૂલી જશે એવો તેનો ડર છે. આગામી એપિસોડમાં દર્શકોને ઈલાયચી અને પંચમની હાસ્યસભર જુગલબંદી જોવા મળશે  પંચમની ભૂમિકા ભજવતો નિખિલ ખુરાના કહે છે, પંચમની ચંદ્ર પર સવારી માટે પસંદગી થતાં તે ભારે રોમાંચિત છે. મુરારીની સામેપોતાની પાત્રતા સિદ્ધ કરવા અને તેનું માન જીતવા માટે આ ઉત્તમ મોકો છે. આગામી એપિસોડની વાર્તારેખા વિશે જાણવા મળ્યુંત્યારે આપણી આસપાસની આ ઘટના છે અને તેમાં હાસ્યસભર સ્પર્શ આપવામાં આવ્યો છે તે જાણીને ખુશી થઈ. તો પંચમ ચંદ્ર પર જશે કે નહીં તે જોવાનું ચૂકશો નહીં. જોતા રહો જીજાજી છત પર હૈમાં પંચમ અને ઈલાયચીની હાસ્યસભર જુગલબંદી, દરેક સોમવારથી શુક્રવાર, રાત્રે 9.30, ફક્ત સોની સબ પર.

LEAVE A REPLY