સૌરાષ્ટ્ર ખાતેની રેલીમાં હાર્દિક પટેલ સાથે નીતિશ કુમાર પણ રહેશે હાજર
BY Connect Gujarat14 Dec 2016 5:05 AM GMT

X
Connect Gujarat14 Dec 2016 5:05 AM GMT
ગુજરાતના સૌરાષ્ટ્રમાં 28 જાન્યુઆરી ના રોજ યોજાનાર પાટીદારોની રેલીમાં હાર્દિક પટેલ સાથે બિહારના CM નીતિશ કુમાર પણ ભાગ લેશે.
સૂત્રોના જણાવ્યા અનુસાર આગામી 17 જાન્યુઆરી ના રોજ હાર્દિકને કોર્ટ દ્વારા આપેલ ગુજરાત બહાર રહેવાનો આદેશ નો સમયગાળો પૂર્ણ થાય છે અને તે દિવસે રાજસ્થાન - ગુજરાત બોર્ડર પર આવેલ રતનપુર ખાતે એક સભાનું આયોજન રાખવામાં આવેલ છે જેમાં નીતિશ કુમાર હાજરી આપશે એવી આશા સેવાઈ રહી છે.
આ અગાઉ નીતિશ કુમારને મળવા તારીખ 13મી ના રોજ હાર્દિક પટેલ પટના પહોંચ્યો હતો જ્યાં તેને એરપોર્ટ પરથી મુખ્યમંત્રી આવાશે લઇ જવાયો હતો જ્યાં તેણે નીતિશ કુમાર સાથે ચર્ચા કરી હતી 28 જાન્યુઆરીએ સૌરાષ્ટ્ર માં યોજાનાર ખેડૂત સંમેલનમાં હાજર રહેવાનું આમંત્રણ પાઠવ્યુ હતુ જેને નીતિશ કુમારે સ્વીકાર્યું હતુ.
Next Story