Connect Gujarat

સ્ટેટ બેન્કે પોતાના કર્મચારીઓ માટે "વર્ક ફ્રોમ હોમ" ની સુવિધા શરુ કરી.

સ્ટેટ બેન્કે પોતાના કર્મચારીઓ માટે વર્ક ફ્રોમ હોમ ની સુવિધા શરુ કરી.
X

દેશની સૌથી મોટી બેંક એવી ભારતીય સ્ટેટ બેંક (SBI) એ પોતાના કર્મચારીઓ માટે એક નવી સુવિધા શરુ કરી છે જેમાં બેંકના કર્મચારીઓ પોતાના ઘરેથી (વર્ક ફ્રોમ હોમ)કામ કરી શકશે.

બેંકના નિર્દેશક મંડળ દ્વારા હાલમાં જ પોતાના કર્મચારીઓ માટે વર્ક ફ્રોમ હોમની નીતિને મંજૂરી આપી દેવામાં આવી છે જેમાં બેંકના કર્મચારીઓ મોબાઈલ ઉપકરણોનો ઉપયોગ કરીને ઘરેથી કામ કરી શકશે. જેનાથી કોઈ તાત્કાલિક જરૂરિયાતને પુરી કરી શકાય.

બેંકના જણાવ્યા અનુસાર મોબાઈલ કમ્પ્યુટિંગના ઉપયોગ દ્વારા બધા ઉપકરણો અને એપ્લિકેશનને સુરક્ષિત અને નિયંત્રિત રાખી શકાશે.

Next Story
Share it