Connect Gujarat

સ્નેહભર્યું સંભારણું : સુષ્મા સ્વરાજ ધંધુકા ખાતે ૧૯૯૮માં ચૂંટણી પ્રચારે આવ્યા હતા

સ્નેહભર્યું સંભારણું : સુષ્મા સ્વરાજ ધંધુકા ખાતે ૧૯૯૮માં ચૂંટણી પ્રચારે આવ્યા હતા
X

દેશના પુર્વ વિદેશ મંત્રી સુષ્મા સ્વરાજના નિધનથી રાજકારણમાં ન પુરાઇ તેવી ખોટ પડી છે. તેમની અણધારી વિદાયથી સમગ્ર દેશ શોકમાં ગરકાવ છે.

સુષ્મા સ્વરાજને ગુજરાત રાજ્ય પ્રત્યે ખાસ લગાવ હતો. ભાજપ જ્યારે સત્તામાં પણ ન હતું ત્યારે તેઓ દેશભરમાં પ્રવાસ ખેડી ચૂંટણી પ્રચારની કમાન સંભાળતા હતાં. વર્ષ ૧૯૯૮ની ચૂંટણી દરમિયાન તેમણે અમદાવાદ નજીક આવેલા ધંધુકામાં જાહેર સભાને સંબોધિત કરી હતી. આ સમયે તેમણે હાલના ભાજપના પ્રદેશ પ્રવક્તા ભરત પંડ્યા સહિતના ભાજપના આગેવાનો સાથે ગહન ચર્ચા વિચારણા કરી હતી. તેમણે નાની બાળકીને ઉંચકી લઇને હેત પણ વરસાવ્યું હતું.

સુષ્મા સ્વરાજની અણધારી વિદાય બાદ હવે માત્ર તેમના સંસ્મરણો જ બાકી રહી ગયાં છે. ભારતીય રાજકારણમાં તેમના યોગદાનને કદાપી ભુલી શકાશે નહિ.

Next Story
Share it