Connect Gujarat
ગુજરાત

સ્પોન્સરશીપ યોજનાએ પ્રાણ પૂર્યો પિતાની છત્રછાયા ગુમાવનાર ચંદ્રકાંતના જીવનમાં

સ્પોન્સરશીપ  યોજનાએ પ્રાણ પૂર્યો પિતાની છત્રછાયા ગુમાવનાર ચંદ્રકાંતના જીવનમાં
X

સ્પોન્સરશીપ યોજના મારા જીવન અને કારકીર્દિ ઘડતર માટે આશીર્વાદ બની રહેશે :ચંદ્રકાંત મકવાણા

વર્તમાન સમયમાં આજે દરેક માતા-પિતા એવું ઇચ્છુતા હોય છે કે, ભલે અમે ઓછું ભણ્યાે પણ મારૂં બાળક શિક્ષણથી વંચિત ન રહે અને ઉચ્ચ્ શિક્ષણ મેળવી જીવનમાં આગળ વધે કે જેથી અમે જે મુશ્કેઓલીઓ વેઠી છે તેવી મારા પુત્ર-પુત્રીને પડે નહીં. પરંતુ કુદરત આગળ માનવજીવન પામર છે. જયારે ઘરની કમાનાર પુરૂષ વ્યીકિત આકસ્મિેક રીતે અવસાન પામે છે ત્યાતરે પરિવાર પર જાણે કે આફત આવી પડતી હોય છે તેટલું જ નહીં પણ બાળકના શિક્ષણ અને ભરણપોષણની માતાને સતત ચિંતા સતાવતી રહી છે.

આના કારણે ઘણીવાર ઘરના કમાનાર વ્યણકિતનું આકસ્મિ ક અવસાન થાય ત્યા રે આવા પિતાની છત્રછાયા ગુમાવનાર બાળકો શિક્ષણથી વંચિત રહેવા ન પામે અને સારામાં સારૂં શિક્ષણ મેળવે તે માટે રાજય સરકારના બાળ સુરક્ષા વિભાગ દ્વારા આવા બાળકો માટે સ્પોાન્સશરશીપ યોજના અમલમાં મૂકવામાં આવી છે. રાજય સરકાર સમાજનું કોઇપણ બાળક શ્રેષ્ઠે શિક્ષણથી વંચિત ન રહે અને બાળકને સારામા સારૂં શિક્ષણ પ્રાપ્તક થઇ રહે અને તેનું જીવન ઘડતર થાય તે માટે સતત પ્રયત્નહશીલ રહે છે.

[gallery td_select_gallery_slide="slide" size="large" ids="109091,109092,109093,109094,109095"]

આવી જ કંઇક વાત કરવી છે, આણંદ જિલ્લાયના ચિખોદરા ગામમાં રહેતા શારદાબેન મુળજીભાઇ મકવાણાની.

શ્રીમતી શારદાબેન મુળજીભાઇ મકવાણા કે જેઓ આંગણવાડીમાં હેલ્પરર તરીકેની ફરજ બજાવે છે. તેમના પતિ મુળજીભાઇનું આકસ્મિુક અવસાન થતાં જાણે કે તેમના પર આભ તૂટી પડયું હતું. શારદાબેનના પતિનું અવસાન થતાં શ્રીમતી શારદાબેનને તેમના દિકરા ચંદ્રકાંતના ઉછેરની સાથે તેને ઉચ્ચમ શિક્ષણ મળી રહે તે માટે સતત ચિંતિત રહેતા હતા અને દિવસ-રાત પોતાના દિકરા ચંદ્રકાંતના ઉછેર અને શિક્ષણની ચિંતા તેમની મુંઝવણમાં વધારો કરી રહી હતી.

આ સમય દરમિયાન શારદાબેનને રાજય સરકારની સ્પો ન્સતરશીપ યોજના વિશે જાણકારી મળતા તેમના જીવનમાં એક આશાનું કિરણ જાગ્યું. આ યોજનાની જાણકારી મળતાં શારદાબેન સીધા પહોંચી ગયા આણંદ ખાતેની જિલ્લાી બાળ સુરક્ષા કચેરી ખાતે અને યોજનાની જાણકારી મેળવી ફોર્મ ભરીને કચેરીમાં જમા કરાવી દીધું.

જિલ્લાજ બાળ સુરક્ષા કચેરીએ ફોર્મની ચકાસણી કરી તેમના પુત્ર ચંદ્રકાંતને ઇન્ટળરવ્યુર માટે બોલાવવામાં આવ્યો જેમાં તે પાસ થતાં તેને એક વર્ષ સુધી ચિલ્ડ્રકન હોમમાં રાખવામાં આવ્યોન. જયાં રહીને તેણે ધો.૮નું શિક્ષણ મેળવ્યું. હાલમાં ચંદ્રકાંત આ યોજનાના લાભ થકી ચિખોદરા ગામમાં આવેલી એમ. એમ. એન્ડય સન્સી શાળામાં અભ્યાસ કરી રહ્યો છે.

સ્પોરનસરશીપ યોજના હેઠળ શારદાબેનને દર મહિને રાજય સરકારના સમાજ સુરક્ષા વિભાગ તરફથી રૂા. ર૦૦૦/- (બે હજાર) ની સહાય ચૂકવવામાં આવે છે. જેનો ઉપયોગ શારદાબેન પુત્ર ચંદ્રકાંતના અભ્યા્સ તેમજ ટયુશન ફી અને સ્ટેશશનરીના ખર્ચ અને ઉછેર પાછળ કરી રહ્યા છે.

આ યોજના થકી ચંદ્રકાંત આજે ઉચ્ચન શિક્ષણ મેળવવાની સાથોસાથ પોતાનામાં રહેલી પ્રતિભાને ખીલવવાની તક મળી છે તેનો તે ભરપૂર ઉપયોગ કરી રહ્યો છે અને શાળાની વિવિધ સ્પાર્ધાઓ તેમજ પ્રવૃત્તિમાં ભાગ લઇને અવ્વળલ સ્થારને આવવાની સાથોસાથ શિક્ષણમાં પણ સારૂં એવું પ્રદર્શન કરી રહ્યો છે.

આ યોજનાનો લાભ મેળવી રહેલ ચંદ્રકાંત મકવાણાએ કહ્યું કે, આ યોજનાના કારણે આજે હું સારૂં શિક્ષણ મેળવવામાં સફળ થયો છું એટલું જ નહીં પણ હું ધો.૧૦ની પરીક્ષામાં શ્રેષ્ઠણ પ્રદર્શન કરવાની તૈયારી કરી રહ્યો છું અને મને પૂરો વિશ્વાસ છે કે, હું ધો.૧૦ની બોર્ડની પરીક્ષામાં મારૂં ધાર્યું શ્રેષ્ઠી પરિણામ હાંસલ કરીશ.

ચંદ્રકાંત મકવાણાએ વધુમાં સરકારની આ યોજના અને મારી મહેનતે મારામાં પ્રાણ પૂર્યો છે જેના કારણે આજે મારૂં ઉચ્ચમ શિક્ષણ મેળવવાનું સ્વનપ્ની સાકાર થવાની સાથે મારૂં જીવન અને કારકીર્દિ ઘડતર કરવા માટે આ યોજના મારા માટે આશીર્વાદ સમાન બની રહેશે તેમ જણાવી રાજય સરકાર પ્રતિ આભારની લાગણી વ્ય કત કરી હતી.

આમ, રાજય સરકારની સ્પો ન્સપરશીપ યોજનાએ જિલ્લાિના અને રાજયના અનેક આવા બાળકોના જીવનમાં ઉજાસ પાથરવાની સાથે રાજયનું કોઇપણ બાળક શિક્ષણથી વંચિત રહેવા ન પામે તે માટેની પ્રતિબધ્ધરતા દર્શાવે છે.

Next Story