Connect Gujarat

સ્વામી એ નોંધાવી રતન ટાટા સામે ફરિયાદ

સ્વામી એ નોંધાવી રતન ટાટા સામે ફરિયાદ
X

ભાજપના સાંસદ સુબ્રમણ્યમ સ્વામીએ શુક્રવારના રોજ ટાટા સન્સના વચગાળાના ચેરમેન રતન ટાટા અને યુનિટેક કંપનીના અધિકારીઓ સામે 2 જી સ્પેક્ટ્રમ લાયસન્સ મેળવવા કથિત યુનિટેક કંપની સાથે ગેરકાયદેસર નાણાંની લેવડ-દેવડ ની ફરિયાદ નોંધાવી હતી.

સૂત્રોના જણાવ્યા અનુસાર સ્વામી એ સ્પેશિયલ સેન્ટ્રલ બ્યુરો ઓફ ઇન્વેસ્ટીગેશન કોર્ટમાં ફરિયાદ નોંધાવતા ટાટાને 2 જી સ્પેક્ટ્રમ કેસમાં રક્ષણ આપનાર એક અજ્ઞાત સીબીઆઇ અધિકારીનું નામ પણ આપ્યુ હતુ.

સ્પેશિયલ જજ O.P. સૈનીએ ફરિયાદ અને વધુ દલીલો અંગેની વિચારણા માટે 11 જાન્યુઆરીની તારીખ આપી હતી.

Next Story
Share it