Top
Connect Gujarat

સ્વ.રાજ કપૂરની ફિલ્મોને નેશનલ ફિલ્મ આર્ચીવ ઓફ ઇન્ડિયાને સોંપવામાં આવશે

સ્વ.રાજ કપૂરની ફિલ્મોને નેશનલ ફિલ્મ આર્ચીવ ઓફ ઇન્ડિયાને સોંપવામાં આવશે
X

હિન્દી સિનેમાનાં ગ્રેટેસ્ટ શો મેન સ્વ. રાજ કપૂરની ફિલ્મોને આવનારી પેઢી માટે સંભાળીને રાખવાની તૈયારી થઇ રહી છે. કપૂર પરિવારે આ જવાબદારી પુણે સ્થિત ભારત સરકારની નેશનલ ફિલ્મ આર્ચિવ ઓફ ઇન્ડિયાને સોંપી છે.

એનએફએઆઇ બ્લેક એન્ડ વ્હાઇટ ફિલ્મોનાં રીલને સુરક્ષિત રાખવાની સાથે સાથે તેના ડિજીટલાઇઝ કરવા પર પણ ધ્યાન આપી રહ્યા છે.આજ કારણે કપૂર પરિવાર રાજકપૂરની ફિલ્મોને એનએફઆઇ પાસે પહોંચ્યા છે.

એનએફઆઇના ડાયરેકરટરે જણાવ્યુ હતુ કે, રાજકપૂર સાથે જોડાયેલી 23 ફિલ્મને એનએફઆઇને સોંપવામાં આવી છે. રાજ કપૂરના મોટા પુત્ર રણધીર કપૂર 11 જાન્યુઆરીએ એનએફએઆઇને સોંપશે.

Next Story
Share it