Connect Gujarat

હરિયાણામાં ભાજપ-જેજેપી સાથે મળી બનાવશે સરકાર

હરિયાણામાં ભાજપ-જેજેપી સાથે મળી બનાવશે સરકાર
X

જેજેપીને ઉપમુખ્યમંત્રી પદ મળશે

હરિયાણા વિધાનસભા ચૂંટણીના પરિણામ બાદ છેલ્લા બે દિવસથી ચાલી રહેલી અટકળોનો આજે અંત આવ્યો છે. હરિયાણામાં ભાજપ-જેજેપી વચ્ચે ગઠબંધનની જાહેરાત કેંદ્રીય ગૃહમંત્રી અને ભાજપના અધ્યક્ષ અમિત શાહ દ્વારા કરવામાં આવી છે. હરિયાણામાં ભાજપ-જેજેપી સાથે મળી સરકાર બનાવશે. અમિત શાહે કહ્યું, હરિયાણામાં ભાજપ-જેજેપી સરકારમાં મુખ્યમંત્રી ભારતીય જનતા પાર્ટીના હશે અને ઉપમુખ્યમંત્રી જેજેપીના હશે.

દુષ્યંત ચૌટાલા માત્ર આઠ મહિના પહેલા નવી પાર્ટી બનાવી છે અને તેઓ પ્રથમ ચૂંટણીમાં જીત બાદ સરકારમાં હશે. હરિયાણામાં 40 ધારાસભ્યો ભારતીય જનતા પાર્ટીના છે. જ્યારે દુષ્યંત ચૌટાલાની પાર્ટીના 10 ધારાસભ્યો છે. જ્યારે 9 અપક્ષના ધારાસભ્યોનું સમર્થન હોવાનો ભાજપે દાવો કર્યો છે.

Next Story
Share it