Connect Gujarat

હવેથી CBSC શાળાઓમાં ધો.10 ની બોર્ડની પરીક્ષા ફરજીયાત પણે લેવાશે, જાણો કેમ 

હવેથી CBSC શાળાઓમાં ધો.10 ની બોર્ડની પરીક્ષા ફરજીયાત પણે લેવાશે, જાણો કેમ 
X

માધ્યમિક શિક્ષણ સેન્ટ્રલ બોર્ડ (CBSC) દ્વારા ધોરણ 10 ની ફરજીયાત બોર્ડની પરીક્ષાની દરખાસ્તને મંગળવારના રોજ મંજૂરી આપી દેવામાં આવી છે, જે શૈક્ષણિક વર્ષ 2017-18 થી લાગુ થશે.

સૂત્રોના જણાવ્યા અનુસાર CBSC ના મંડળની બેઠકમાં આ નિર્ણય લેવામાં આવ્યો હતો જે મંજૂરી માટે સરકારને મોકલી આપવામાં આવશે જે અનુસાર પ્રથમ પરીક્ષા 2018 માં હાથ ધરવામાં આવશે.

CBSC શાળાઓ માટે ધો.10 ની બોર્ડ પરીક્ષા 2011 થી વૈકલ્પિક રાખવામાં આવી હતી જેને શિક્ષણ અધિકારનો કાયદા ની સતત અને વ્યાપક મૂલ્યાંકન સિસ્ટમ(CEC) હેઠળ ચકાસવામાં આવી હતી.

we-have-deleted-the-word-delay-said-prakash-javadekar

આ અગાઉ પણ કેન્દ્રીય માનવ સંસાધન વિકાસ પ્રધાન પ્રકાશ જાવડેકરે CBSC બોર્ડ પરીક્ષા શૈક્ષણિક સત્ર 2017-18 થી ફરજિયાત બનાવવા અંગેની જાહેરાત કરી હતી.

Next Story
Share it