Connect Gujarat
દેશ

હવે ટ્રેનમાં AC કોચની મુસાફરી બનશે મોંઘી

હવે ટ્રેનમાં AC કોચની મુસાફરી બનશે મોંઘી
X

રેલવેએ એસી ટ્રેનો અને કોચોમાં અપાતી ‘બેડરોલ કીટ’ના ચાર્જ વધારવાની તૈયારી

ટ્રેનના એસી કોચમાં મુસાફરી કરવી હવે મોંઘી બની શકે છે. રેલવેએ એસી ટ્રેનો અને કોચોમાં અપાતી ‘બેડરોલ કીટ’ના ચાર્જ વધારવાની તૈયાર પણ કરી લીધી છે. એટલું જ નહીં આ ચાર્જ ગરીબ રથ અને દૂરંતો જેવી ટ્રેનોમાં હવેથી લેવામાં આવશે. કેગ દ્વારા આ ચાર્જમાં છેલ્લાં 12 વર્ષમાં કોઈ ફેરફાર ન કરાતાં આ નિર્ણય લેવામાં આવ્યો છે. કેગે ભલામણ કરી છે કે આ ચાર્જ(બેડરોલ કીટનો)ને ટ્રેનના ભાડાંમાં ગણી લેવો જોઈએ.

હાલમાં રેલવે તમામ એસી કોચમાં બેડરોલ કિટ્સની સપ્લાય કરે છે અને એની Rs 25ની કિંમત ટિકિટમાં ઉમેરવામાં આવે છે. જોકે, ગરીબ રથ અને દૂરંતો એક્સપ્રેસ જેવી ટ્રેનોમાં એવું નથી, જ્યાં મુસાફર કિટની બુકિંગ વગર કોઈ વધારાનો ચાર્જ આપ્યા વિના કરાવી શકે છે. કેગનું કહેવું છે કે, બેડરોલ કીટના લોન્ડ્રી ચાર્જ વધી ગયા છે, ત્યારે તેના ચાર્જમાં પણ વધારો કરવો જોઈએ, જે મુસાફરોએ હવે ભોગવવો પડશે.

રેલવેના એક સિનિયર અધિકારીએ જણાવ્યું હતું કે, અમને આ સંબંધમાં એક નોટ નોંધ મળી છે અને અમે એની સમીક્ષા કરી રહ્યાં છીએ. કિંમતો કાયમ માટે એક સરખી રહે એમ બની શકે નહીં. અત્રે ઉલ્લેખનીય છે કે, બેડરોલ કીટમાં બે ચાદર, એક ટુવાલ, એક ઓશીકુ અને કવર સહિત ઓઢવા માટે ધાબળા સામેલ હોય છે.

Next Story