Connect Gujarat
ગુજરાત

હવે ડ્રાઇવિંગ લાયસન્સ રીન્યુ કરવું હોય તો આ ચોકસ વાંચજો.

હવે ડ્રાઇવિંગ લાયસન્સ રીન્યુ કરવું હોય તો આ ચોકસ વાંચજો.
X

ગુજરાત રાજ્યની તમામ આરટીઓ કચેરીમાં હાલમાં જે કચેરીમાંથી અરજદારે ડ્રાઇવિંગ લાયસન્‍સ લીધેલ હોય ત્યાં જ અરજદારે સારથી-૪ સોક્ટવેરમાં parivahan.gov.in WEBSITE ઉપર જરૂરી દસ્તાવેજો UPLOAD કરી SLOT BOOKING માંથી તારીખ અને સમય નિશ્ચિત કરી આરટીઓ કચેરીમાં ડ્રાઇવિંગ લાયસન્સ રીન્યુ માટે જવું પડતું હતું.

હવે અરજદારે ડ્રાઇવિંગ લાયસન્‍સ મેળવ્યા બાદ અરજદાર નોકરી, લગ્ન, ધંધા, રોજગાર અર્થે મૂળ કાર્યક્ષેત્રની બહાર જવું પડે છે અને તે વખતે જો અરજદારનું ડ્રાઇવિંગ લાયસન્‍સ પૂરૂ થઇ જાય તો તેને મૂળ કચેરીમાં ડ્રાઇવિંગ લાયસન્સ રીન્યુ કરવા માટે આવવું પડે છે. અરજદારના નાણાં શક્તિ અને સમયનો દુર્વ્યય થાય છે.

આ સંજોગોમા જ્યારે ટેક્નોલોજીકલ વિકલ્પ ઉપલબ્ધ છે ત્યારે રીન્યુ પધ્ધતિ અંગે પુન:વિચારણા કરવી જરૂરી જણાય છે. હાલમાં સારથી-૪ માં ડ્રાઇવિંગ લાયસન્સ ધરાવનાર અરજદારોનો ડેટા ઉપલબ્ધ કરવામાં આવેલ છે. જેથી જાહેર જનતાને સગવડ ઉપલબ્ધ કરાવવા માટે તા.૭/૬/૧૮ થી અરજદાર કોઇપણ આરટીઓ કચેરીમાં પોતાનું ડ્રાઇવીંગ લાયસન્સ રિન્યુ કરાવી શક્શે તેમજ નામ પણ બદલાવી શક્શે. પરંતુ આ પ્રક્રીયા દરમ્યાન કોઇપણ કચેરી મુળ લાયસંસનો મુળ ડ્રાઇવીંગ લાયસન્સ નંબર, ડ્રાઇવીંગ લાયસન્સમાં હયાત વર્ગ, જન્મ તારીખ, ઇસ્યુ તારીખ બદલી શક્શે નહીં.

અરજદારે parivahan.gov.in WEBSITE ઉપર જે કચેરીમાં ડ્રાઇવીંગ લાયસન્સ રીન્યુ કરાવવા જવું હોય તે કચેરી સિલેક્ટ કરી તે કચેરીમાં જરૂરી એપોઇમેન્ટ લેવાની રહેશે.

Next Story