Connect Gujarat
ગુજરાત

હવે સવાલ એ મહારાષ્ટ્રમાં પ્રોટેમ સ્પીકર કોણ હશે? જાણો કોણ હોય છે પ્રોટેમ સ્પીકર

હવે સવાલ એ મહારાષ્ટ્રમાં પ્રોટેમ સ્પીકર કોણ હશે? જાણો કોણ હોય છે પ્રોટેમ સ્પીકર
X

સુપ્રીમ કોર્ટે ફ્લોર ટેસ્ટ કરવા માટે મહારાષ્ટ્રને

ચુકાદો આપ્યો છે. 27 નવેમ્બરના રોજ સાંજે 5 વાગ્યા સુધી ફ્લોર ટેસ્ટ લેવામાં આવશે. વિશેષ વાત એ છે કે પ્રોટેમ સ્પીકર

તમામ ધારાસભ્યોને શપથ ગ્રહણ કરાવશે અને ત્યારબાદ ફ્લોર ટેસ્ટ થશે. બધા પક્ષો તેમના

વ્હિપ વિશેની માહિતી પ્રોટેમ સ્પીકરને આપશે.

હવે સવાલ એ ઉભો થાય છે કે પ્રોટેમ સ્પીકર કોણ બનશે? પરંપરા મુજબ, ગૃહના સૌથી વરિષ્ઠ સભ્યને પ્રોટેમ સ્પીકર તરીકે નિયુક્ત કરવામાં આવે છે.

મોટાભાગે ચૂંટાયેલા ધારાસભ્યને પ્રોટેમ સ્પીકર બનાવવામાં આવે છે, જેને રાજ્યપાલ નિયુક્ત કરે છે. હવે સવાલ એ ઉભો થાય છે

કે શું પ્રોટેમ સ્પીકર બનાવવામાં પરંપરાનું પાલન કરવામાં આવશે.

મહારાષ્ટ્ર વિધાનસભામાં વરિષ્ઠતાના આધારે રાજ્યપાલ

ભગતસિંહ કોશ્યારીને 6 નામો મોકલવામાં

આવ્યા છે. જેમાં કોંગ્રેસના બાલાસાહેબ થોરાટ અને ભાજપના કાલિદાસ કલામકરના નામ

શામેલ છે.

આ બંને સિવાય કોંગ્રેસના કેસી પદ્વી, બહુજન વિકાસ આગાડી પાર્ટીના હિતેન્દ્ર ઠાકુર, પૂર્વ અધ્યક્ષ અને એનસીપીના નેતી દિલીપ વાલસે પાટીલ

અને ભાજપના બબ્બન પચપુટેના નામ રાજ્યપાલને મોકલવામાં આવ્યા છે. જોકે કોંગ્રેસે

બાલાસાહેબ થોરાટને ધારાસભ્ય પક્ષના નેતા તરીકે પસંદ કર્યા છે, જેથી તેઓની પ્રોટેમ સ્પીકર બનવાની સંભાવના નથી.

પ્રોટેમ સ્પીકર કોણ હોય છે?

પ્રોટીમ સ્પીકરમાં પ્રો-ટેમ શબ્દ એ લેટિન શબ્દ પ્રો

ટેમ્પોરનું સંક્ષેપ છે. આ શબ્દનો અર્થ છે - 'થોડા સમય માટે.' રાજ્યપાલ પ્રોટેમ સ્પીકરની નિમણૂક કરે છે અને વિધાનસભા કાયમી સ્પીકરની

પસંદગી કરે ત્યાં સુધી તેની નિમણૂક કરવામાં આવે છે.

પ્રોટેમ સ્પીકર દ્વારા નવા ચૂંટાયેલા ધારાસભ્યોને શપથ

ગ્રહણ અને શપથ લેવાની સમગ્ર પ્રક્રિયા તેમના દ્વારા સંચાલિત કરવામાં આવે છે.

ધારાસભ્યો ગૃહમાં શપથ નહીં લે ત્યાં સુધી તેઓને ગૃહનો ભાગ માનવામાં આવતા નથી. તેથી, ધારાસભ્યોને પહેલા શપથ લેવડાવવામાં આવે છે.

જ્યારે ધારાસભ્યો શપથ લે છે, ત્યારે તેઓ વિધાનસભા અધ્યક્ષની પસંદગી કરે છે. સંસદીય

પરંપરા મુજબ ગવર્નર પ્રોટેમ સ્પીકર માટે ગૃહમાં સૌથી વરિષ્ઠ સભ્યોમાંથી એકની

પસંદગી કરે છે. આ જ સિસ્ટમ વિધાનસભા સહિત લોકસભા માટે પણ છે.

Next Story
Share it