હાંસોટ સિવીલ કોર્ટની વૈકલ્પિક વ્યવસ્થા માટે નવી કોર્ટે બિલ્ડિંગનું નું ઉદઘાટન હાંસોટના પ્રિન્સિપાલ જડજ એસ.જે. ઠક્કરનાઓએ કોર્ટના સફાઈ કામદારની સારી કામગીરીને ધ્યાને રાખીને નવા કોર્ટે બિલ્ડિંગનું ઉદઘાટન કોર્ટના સફાઈ કામદાર રમેશ સોલંકી ના વરદ હસ્તે રીબિન કાપી કરવામાં આવ્યું હતું.

હાલના વૈકલ્પિક કોર્ટ બિલ્ડીંગ ને ફાળવવા માટે માનનીય ભરૂચ જિલ્લા ના મુખ્ય ડિસ્ટ્રિક્ટ એન્ડ સેસન્સ જડજ યુ. ટી. દેસાઈ તથા ભરૂચ જિલ્લા ના મુખ્ય સરકારી વકીલ પી. એન. પરમાર તથા હાંસોટ તાલુકાના ટી.ડી.ઓ. વી.જી.નાઈક તથા તેઓના કોઓર્ડીનેટર માનસીબેનનાં અથાગ પ્રયત્નો થી ટૂંક સમયમાં તમામ સગવડો પુરી પાડેલ જેથી આ પ્રસંગે હાંસોટના પ્રિન્સિપાલ સિવીલ જડજ એસ. જે. ઠક્કર તથા કોર્ટના કર્મચારી ગણ તથા હાંસોટ વકીલ મંડળના તમામ સભ્યો વતી હાંસોટ વકીલ મંડળ ના પ્રમુખ ડી. પી. હાંસોટી એ હ્રદય પૂર્વક આભાર વ્યક્ત કર્યો હતો.

LEAVE A REPLY