Connect Gujarat
ગુજરાત

હાંસોટ ખાતે વીજ કરંટ લાગતા ચાર પશુઓ ના મોત

હાંસોટ ખાતે વીજ કરંટ લાગતા ચાર પશુઓ ના મોત
X

હાંસોટ ખાતે ખાતે બપોર ના સમયે વરસાદ પડતાં વીજ કરંટ લાગતા ચાર બકરીઓના મોત નિપજ્યા હતાં નસીબ સંજોગે કોઈ માનવી ની જાન હાનિ થતાં અટકી છે જે અંગે જી ઈ બી તંત્ર સાબદું થાય તે જરૂરી છે

હાંસોટ આજરોજ બપોર ના સમયે વરસાદ પડી રહ્યો હતો તે વખતે વીજ કરંટ લાગતા હાંસોટ મામલતદર કચેરી ના આગળ ના ભાગે એક બકરી તથા હાંસોટ મોટા બજાર ના ભરચક વિસ્તારમાં ત્રણ બકરી આમ બે જગ્યાએ વીજ કરંટ લાગતા ચાર બકરાના મોત નિપજ્યાં હતાં નસીબ સંજોગે કોઈ વ્યક્તિ ની જાન હાનિ થવા પામી નથી હાંસોટ ગ્રામ જનો જી. ઈ. બી. ની બેદરકારી ને વખોડી રહી છે અને જી ઈ બી તંત્ર સાબદુ થાય તેવી લોક માંગ ઉઠી છે

Next Story