Connect Gujarat
ગુજરાત

હાંસોટ તાલુકા પંચાયતના પ્રમુખ- ઉપ પ્રમુખની સર્વાનુમતે વરણી

હાંસોટ તાલુકા પંચાયતના પ્રમુખ- ઉપ પ્રમુખની સર્વાનુમતે વરણી
X

હાંસોટ તાલુકા પંચાયતની 16 બેઠકો પૈકી ભાજપની 15 અને કોંગ્રેસની 1 બેઠક

હાંસોટ તાલુકા પંચાયતની આગામી અઢી વર્ષની ટર્મ માટે ભાજપે બહુમતીના જોરે પ્રમુખ અને ઉપપ્રમુખ પદની સર્વાનુમતે વરણી કરી હતી.

હાંસોટ તાલુકા પંચાયતના સભાખંડમાં ભરૂચના નાયબ કલેક્ટર યાસ્મીન શેખની અધ્યક્ષતાં ચૂંટણી યોજાયી હતી. જેમાં આગામી અઢી વર્ષ માટે પ્રમુખ પદે જસુબેન દિનેશભાઈ પટેલની વરણી કરવામાં આવી હતી. જયારે ઉપપ્રમુખ તરીકે પીરુભાઈ મંગાભાઇ મિસ્ત્રીની સર્વાનુમતે વરણી કરવામાં આવી હતી. જયારે કારોબારી સમિતિના અધ્યક્ષ તરીકે હર્ષદ પટેલની વરણી કરવામાં આવતા ઉપસ્થિત તાલુકા પંચાયતના સભ્યો અને ભાજપના આગેવાનોએ શુભેચ્છા પાઠવી હતી.

Next Story