Connect Gujarat

હાઈડ્રોક્સીક્લોરોક્વીન અને એઝીથ્રોમાયસીન દવા પ્રિસ્ક્રીપશન વિના ન આપવા આદેશ

હાઈડ્રોક્સીક્લોરોક્વીન અને એઝીથ્રોમાયસીન દવા પ્રિસ્ક્રીપશન વિના ન આપવા આદેશ
X

કોરોના વાયરસની મહામારી ફેલાયેલી છે ત્યારે હાઈડ્રોક્સીક્લોરોક્વીન અને એઝીથ્રોમાયસીન દવાઓ સારવાર માટે છે એને આગોતરા પગલાં તરીકે નહી લેવા માટે લોકોને અપીલ કરવામાં આવી છે. આ ઉપરાંત તબીબના પ્રિસ્કીપશન વિના બંને દવાઓ લોકોને નહિ આપવા આદેશ કરાયો છે.

કોરોનાની

સારવારમાં હાઈડ્રોક્સીક્લોરોક્વીન અને એઝીથ્રોમાયસીન નામની દવાઓ સારું પરિણામ આપી

શકે એવી સંભાવનાઓ છે. આ બંને દવાઓ કોરોનાની સારવાર માટે અસરકારક જણાય છે, પરંતુ આ દવાઓ પ્રોફીલેક્ટીક કે

પ્રિવેન્ટિવ એટલે કે આગોતરા પગલાં તરીકે લેવાની નથી, એમ ગુજરાત રાજ્યના ખોરાક અને ઔષધ નિયમન

તંત્રના કમિશનર શ્ડૉ. એચ. જી. કોશિયાએ જણાવ્યું છે.વધુમાં તેમણે ઉમેર્યું છે કે, આ બંને દવાઓ શિડ્યુલ- H માં આવે છેp જે ડોક્ટરના પ્રિસ્ક્રિપ્શન વગર વેચવાની

નથી. મેડિકલ સ્ટોર્સને સૂચનાઓ આપી છે કે, આવી દવા માત્રને માત્ર ડોક્ટરના પ્રિસ્ક્રિપ્શન

પર જ આપવાની રહેશે. નાગરિકો આપમેળે લેવા આવે તો તેને ડોક્ટર પાસે મોકલવો. આ ઉપરાંત

તેમણે કહ્યું હતું કે આ બંને દવાઓની સંગ્રહખોરી કરવી નહીં કે રિટેલ ક્ષેત્રે પણ

વધુ જથ્થો ભેગો કરવો નહીં. તેમણે દવાના વિક્રેતાઓને અનુરોધ કર્યો હતો કે, શિડયુલ- Hમાં આવતી હોવા છતાં હાલ પૂરતા હોલસેલ અને

રિટેલ ક્ષેત્રે તકેદારીના ભાગરૂપે આ દવાનું સંપૂર્ણ રેકોર્ડ રાખવું.આ દવા લેવાથી

કોરોના સામે સંરક્ષણ મળતું હોવાની ગેરસમજ ઊભી થઈ છે જે તદ્દન અફવા છે. આ દવા

માત્રને માત્ર ટ્રીટમેન્ટ માટે એટલે કે સારવાર માટે અસરકારક જણાઈ છે . પ્રોફીલેક્ટીક

કે પ્રિવેન્ટિવ તરીકે લેવાની નથી.

Next Story
Share it