Top
Connect Gujarat

હાર્દિક પટેલને જાહેર સભામાં યુવકે લાફો ઝીંક્યો..!

હાર્દિક પટેલને જાહેર સભામાં યુવકે લાફો ઝીંક્યો..!
X

ગુજરાતમાં લોકસભાની ચૂંટણીના મતદાનને હવે ગણતરીના દિવસો બાકી રહ્યા છે. સુરેન્દ્રનગરમાં આજે એક સભામાં યુવકે હાર્દિક પટેલને સ્ટેજ પર ચઢીને લાફો માર્યો હતો.

સમાજ સાથે હાર્દિક પટેલે ગદ્દારી કરતા ઠેર ઠેર વિરોધ થઇ રહ્યો છે. જેના કારણે આજે હાર્દિકને જાહેરમાં લાફો પડ્યો હતો. આજે સુરેન્દ્રનગરના વઢવાણના બદલાણામાં એક જાહેરસભા હતી. ત્યારે આ ઘટના બની હતી.ગઈકાલે પંચમહાલના મહિસાગરમાં પણ હાર્દિકને લઇને એક વિવાદ સામે આવ્યો હતો. એક જમીન માલિકે હાર્દિક પટેલના હેલિકોપ્ટર ઉતારવાની પરવાનગી આપી નહોતી, જેના કારણે તેને બાયરોડ મુસાફરી કરી સભા સ્થળે આવવાની ફરજ પડી હતી.

કોંગ્રેસના સ્ટાર પ્રચારક હાર્દિક પટેલની આજરોજ સુરેન્દ્રનગરના બલદાણા ખાતે જનઆક્રોસ સભા યોજાઈ હતી.જેમાં સુરેન્દ્રનગર લોકસભા કોંગ્રેસના ઉમેદવાર સોમા પટેલ પણ હાજર હતા. આ સમયે એક અજાણ્યા હિન્દી ભાષી શખ્સે સ્ટેજ પર ચડી હાર્દિક પટેલના સંબોધન સમયે તેને લાફા વાળી કરી હતી. જે બાદ કેટલાક યુવાનો એ સ્ટેજ પર ચડી લાફો મારનાર શખ્સને કપડાં કાઢી ઢોર માર માર્યો હતો. તો સાથેજ ત્યાં હાજર રહેલી મહિલાઓ એ પણ મેથીપાક ચખાડ્યો હતો. તો ત્યારબાદ સુરેન્દ્રનગર પોલીસે શખ્સની અટકાયત કરી પોલીસ મથકે લઈ ગઈ હતી.

Next Story
Share it