Connect Gujarat
ગુજરાત

હાર્દિક પટેલે ફરી જળત્યાગ કર્યો, પાસ અને સરકાર ઇચ્છે તો મધ્યસ્થી બનીશ : નરેશ પટેલ

હાર્દિક પટેલે ફરી જળત્યાગ કર્યો, પાસ અને સરકાર ઇચ્છે તો મધ્યસ્થી બનીશ : નરેશ પટેલ
X

અમદાવાદ ખાતે પાસના સંયોજક હાર્દિક પટેલ દ્વારા અન્નનો ત્યાગ કરવામા આવ્યો છે. તો સાંજે 7 વાગ્યાથી હાર્દિક પટેલે જળનો પણ ત્યાગ કર્યો હોવાનુ પાસના કન્વીનર મનોજ પનારા દ્વારા જાહેર કરવામા આવ્યુ છે.

ત્યારે હાર્દિક અને સરકાર વચ્ચે ચાલતી તકરાર મુદ્દે સૌરાષ્ટ્રમા લેઉવા પટેલની સૌથી મોટી ધાર્મિક સંસ્થાના પ્રમુખ નરેશ પટેલ દ્વારા જાહેર કરવામા આવ્યુ છે કે જો સરકાર અને પાસ કહેશે તો હુ બંને વચ્ચે મધ્યસ્થી બનવાનુ કામ કરીશ.

ઉલ્લેખનીય છે કે હાર્દિક પટેલના ઉપવાસનો આજે 13મો દિવસ છે. દિવસે અને દિવસે તેની તબિયત પણ લથડી રહી છે. તો સાથે જ હાર્દિક પટેલના સમર્થનમા સૌરાષ્ટ્ર ભરના ગામડાઓમા મહિલાઓ અને યુવાનો દ્વારા રામધુન તો ક્યાંક ચક્કાજામ કરવામા આવી રહ્યા છે.

Next Story
Share it