હાલોલ તાલુકાના ત્રણ અલગ અલગ વિસ્તારમાં ત્રણ અકસ્માતના બનાવ બન્યા હતા. જેમાં એકનું મોત થયું હતું અને બે ને ગંભીર ઇજા પહોચી હતી.

જાણવા મળેલી માહિતી મુજબ હાલોલ તાલુકાના અરાદ ગામે જતી રીક્ષા ગામ નજીક પલટી ખાઈ જતા પાંચને ગંભીર ઈજાઓ થવા પામી હતી. ઇજાગ્રસ્તોને હાલોલ રેફરલ હોસ્પિટલ ખાતે પ્રાથમિક સારવાર આપી. વધુ સારવાર અર્થે વડોદરા રીફર કરવામાં આવ્યા હતા.

જ્યારે હાલોલ તાલુકાના વડા તળાવ ગામ નજીક બે બાઇક સવાર સામ સામે અથડાતા બેને ગંભીર રીતે ઘવાયા હતા.

જ્યારે હાલોલ નગર બહાર બાસ્કા પાસે આવેલ હોટલ સરોવત્તમ નજીક બે બાઇક સવાર સામસામે ભટકાયા હતા. આ અકસ્માતમાં એક બાઇક ચાલકને ગંભીર ઇજા થતા રાહદારીઓ દ્વારા ઇજાગ્રસ્ત યુવાનને હાલોલ સારવાર અર્થે લાવવામાં આવ્યા હતા. તેને પૂરતી સારવાર મળે તે પહેલા તેનુ મોત નીપજયુ હતુ.

આ પ્રકારે હાલોલમાં ત્રણ અલગ અલગ જગ્યાએ ત્રણ અકસ્માત એકનું મોત જ્યારે અન્ય લોકોને ગંભીર પ્રકારની ઈજાઓ થઇ હતી પોલીસે અકસ્માત નો ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે

 

LEAVE A REPLY