હાલોલ પોલીસ મથકમાં ફરજ દરમ્યાન મહિલા રાઈટર હેડે કરી રૂપિયા ૪૩.૫૦ લાખની ઉચાપત

હાલોલ પોલીસ મથકમાં એકાઉન્ટન્ટ રાઈટર હેડ તરીકે ફરજ બજાવતી મહિલા પોલીસ કર્મચારીએ પોતાની ફરજના સમય ગાળા દરમ્યાન ₹ ૪૩.૫૦ લાખની રકમ ઉચાપત કરતા પંચમહાલ જિલ્લા પોલીસ બેડામાં ખળભળાટ મચી જવા પામ્યો હતો.
વર્ષ ૨૦૧૧ થી ૨૦૧૮ દરમ્યાન હાલોલ પોલીસ મથકમાં પોતાની ફરજ દરમ્યાન ટ્રાફિક સ્થળ દંડ, ઓન પેમેન્ટ બંદોબસ્ત, સર્વિસ ટેક્સ, પોલીસ કર્મચારીઓના ટી.એ.બિલના નાણાંના બોગસ બિલો બનાવી તેમજ બેંક સ્ટેટમેન્ટ બનાવી પોતાના અંગત બેંક એકાઉન્ટમાં જમા કરાવી ઉચાપત કરતા હાલોલ પોલીસ મથકે મહિલા પોલીસ કર્મચારી વિરુદ્ધ ગુન્હો દાખલ કરવામાં આવ્યો હતો. હાલોલ પોલીસે તેની અટકાયત કરી કાયદેસર કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી.
પંચમહાલ જિલ્લાના હાલોલ તાલુકાના હાલોલ પોલીસ મથકમાં ભૂતકાળમાં ફરજ બજાવતી અને હાલમાં ગોધરા શહેર પોલીસ હેડક્વાર્ટર ખાતે ફરજ બજાવતી નયનાબેન વિઠ્ઠલભાઈ તડવીએ હાલોલ પોલીસ મથકમાં એકાઉન્ટન્ટ રાઈટર હેડ તરીકેની પોતાની ફરજના સમય ગાળા દરમ્યાન વર્ષ ૨૦૧૧ થી ૨૦૧૮ સુધી વિવિધ એકાઉન્ટ લક્ષી કામગીરી દરમ્યાન લાખો રૂપિયાની ઉચાપત કરાઈ હોવાની વિગતો સપાટી પર આવી હતી. જેમાં પોલીસ ખાતાના ઉચ્ચ અધિકારીઓને આ વિગતો અંગે ખબર પડતા તેઓએ ખાનગી રાહે તપાસ આદરી હતી.
આ તપાસ દરમ્યાન ચોંકાવનારી વિગતો સામે આવતા જિલ્લા પોલીસ બેડામાં ખળભળાટ મચી ગયો હતો. જેમાં મહિલા પોલીસ કર્મચારી નયનાબેન તડવીએ હાલોલ ખાતે પોતાની ફરજના સમય ગાળા દરમ્યાન પોલીસ દ્વારા વસુલવામાં આવતા ટ્રાફિક સ્થળ દંડ, ઓન પેમેન્ટ બંદોબસ્ત, સર્વિસ ટેક્સ તેમજ પોતાના સાથી પોલીસ કર્મચારીઓના ટી.એ.બિલના નાણાંની ઉચાપત કરી હોવાનું બહાર આવ્યું હતું. જે ઉચાપતની કુલ રકમ રૂપિયા ૪૩.૫૦ હોવાની વિગતો સામે આવતા પોલીસ બેડામાં સોંપો પડી જવા પામ્યો હતો.
ટ્રાફિક સ્થળ દંડ, ઓન પેમેન્ટ બંદોબસ્ત, સર્વિસ ટેક્સ, અને પોલીસ કર્મચારીઓના ટી.એ.બિલના તેમજ પોલીસ કર્મચારીઓના રજા પગાર સહિતના નાણાં સરકારી હેડે જમા કરાવવાના બદલે બોગસ બિલો તેમજ કર્મચારીઓના ખોટા વાઉચર બનાવી અને ખોટા બેંક સ્ટેટમેન્ટ બનાવી સરકારી અને કર્મચારીઓના એકાઉન્ટમાં જમા કરાવવાના બદલે પોતાના અંગત એકાઉન્ટમાં તેમજ પોતાના સગાં સંબંધીઓના એકાઉન્ટમાં જમા કરાવવામાં આવતા હતા. આ સમગ્ર બાબત ઉપરથી પડદો ખાનગી રાહે તપાસ કરવામાં આવતા ઉઠવા પામ્યો હતો. પોતાના જ સાથી કર્મચારીઓ હકકના નાણાં ચાઉ કરી જઈ સાથી કર્મચારીઓ સાથે વિશ્વાસઘાત કરતી આ મહિલા પોલીસ કર્મચારી સરકારી સેવક હોવાનો લાભ ઉઠાવી તેમજ બોગસ બિલો અને કર્મચારીઓના ખોટા વાઉચરો બનાવી જે તે ખાતામાં ખોટી રીતે રજુ કરી મંજુર કરાવી ઉચાપતનો ગુનો આચર્યો હતો. હાલોલ પોલીસના ઉચ્ચ અધિકારીઓએ સમગ્ર કૌભાંડની ગુપ્ત રાહે તપાસ હાથ ધરી સમગ્ર કૌભાંડ પરથી પડદો ઉચકયો હતો. છેલ્લા કેટલાય સમયથી ચાલી રહેલી આ ઉચાપતની તપાસમાં આખરે હાલોલ પોલીસ મથકે ગુનો નોંધવામાં આવતા હાલોલ પોલીસે નયનાબેન તડવીની ધરપકડ કરી કાયદેસર કાર્યવાહી હાથ ધરી હતી.
ભરૂચ : નર્મદા મૈયા બ્રિજના છેડે ત્રિપલ અકસ્માત, 3 વાહનો એકબીજા સાથે...
5 May 2022 4:27 PM GMTવડોદરા : મગરના મોઢામાં આવી ગયો યુવકનો મૃતદેહ, 3થી વધુ મગરો વચ્ચે...
7 Jun 2022 9:12 AM GMTભાવનગર :મહિલા પીએસઆઈ સાથે બનેલ દુષ્કર્મ કેસમાં અનેક ચોકાવનારા ખુલાસા...
3 April 2022 4:59 PM GMTભરૂચમાં સોશિયલ મીડિયાએ શું લીધો યુવતીનો ભોગ..?, યુવતીએ જાતે દુપટ્ટા...
10 Jun 2022 5:15 AM GMTભરૂચ : રાજ્યભરનો પ્રથમ કિસ્સો, શહેરની એક મહિલા કે જેણે વૈજ્ઞાનિક...
8 May 2022 12:38 PM GMT
'અસામાજિક તત્વોનો આંતક' દસાડાના વણોદ ખાતે નાઇટ ડ્યુટી કરી રહેલા GRD...
28 Jun 2022 12:04 PM GMTઅમદાવાદ : જગન્નાથ રથયાત્રામાં નિજ મંદિરથી દરિયાપુર સુધી સંવેદનશીલ...
28 Jun 2022 11:50 AM GMTપાવાગઢ પર્વતની ઢંકાયેલી સુંદરતા બહાર આવી, જુઓ પ્રાકૃતિક નજારો
28 Jun 2022 11:41 AM GMTરાષ્ટ્રપતિ પદના ઉમેદવાર યશવંત સિંહા ગાંધીનગર આવશે, કોંગ્રેસ ધારાસભ્યો...
28 Jun 2022 11:32 AM GMTસુરત : અન્ય રાજ્યના વેપારીઓની અવર-જવર શરૂ થતા કાપડના વેપારીઓને...
28 Jun 2022 11:15 AM GMT