Top
Connect Gujarat

હું જીવીશ અને ખપી જઈશ તો તમારા સપનાઓ માટે : પીએમ મોદી

હું જીવીશ અને ખપી જઈશ તો તમારા સપનાઓ માટે : પીએમ મોદી
X

ગુજરાતની જીવાદોરી સમાન સરદાર સરોવર નર્મદા ડેમની લોકર્પણ વિધિ અને સ્ટેચ્યુ ઓફ યુનિટી નિમાર્ણ કાર્યની મુલાકાત બાદ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ડભોઇ ખાતે જનસભાને સંબોધન કર્યુ હતુ.

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ડભોઈ ખાતે જનસભાને સંબોધતા જણાવ્યું હતુ કે આજનો પ્રસંગે મા નર્મદાની જીવતી જાગતી ભક્તિનું ઉદાહરણ છે, વિશ્વકર્મા જયંતિ છે એટલે આ ઉત્તમ સંયોગ છે જેમણે ડેમના નિર્માણમાં સહયોગ આપ્યો છે તેમને યાદ કરવાનો અવસર હોવાનું પણ મોદીએ જણાવ્યું હતુ.

વધુમાં પીએમ મોદીએ વિશ્વકર્મા જયંતિઅે ડેમનું લોકાર્પણ કરવાનું મને સૌભાગ્ય મળ્યુ છે અને જીવીશ તો તમારા સપનાઓ માટે અને ખપી જઈશ તો પણ તમારા સપના માટે અને ન્યૂ ઈન્ડિયાને પામીને જ રહેવાની કટ્ટીબદ્ધતા તેઓએ વ્યક્ત કરી હતી.

પીએમ મોદીએ સરદાર વલ્લભભાઈ પટેલની આત્મા જ્યાં પણ હશે ત્યાંથી આપણા સૌ ઉપર તેમની કૃપાદ્રષ્ટિ વરસાવતી હશે તેમ જણાવીને તેઓએ સરદાર પટેલ વધુ જીવ્યા હોત તો 70નાં દાયકામાં જ દેશનાં રાજ્યો હર્યાભર્યા થઈ ગયા હોત અને પશ્ચિમનાં રાજ્યોને પણ તેનો લાભ મળ્યો હોત તેમ જણાવ્યું હતુ.જ્યારે ડો. બાબાસાહેબ આંબેડકરને પણ આ પ્રસંગે પીએમ મોદીએ યાદ કર્યા હતા.

સંબોધન અગાઉ પીએમ નરેન્દ્ર મોદીનું ડભોઇ ખાતે સ્થાનિક કાર્યકરોએ તીરકામઠું આપીને તેમનું સ્વાગત કર્યું હતુ, અને આ પ્રસંગે ધર્મગુરુઓ પણ વિશેષ ઉપસ્થિત રહ્યા હતા.

અગાઉ કેન્દ્રિય પરિવહન અને જળસંપતિ સંસાધન મંત્રી નીતિન ગડકરીએ જણાવ્યુ હતુ કે, ખેડૂતોને સિંચાઇ માટે અને લોકોને પીવાનું પાણી મળે અને યુવાનોને રોજગારી મળે તે માટે વડાપ્રધાન નરેન્દ્ર મોદી કટિબદ્ધ હતા. અને તેમનું આ સ્વપ્ન પૂર્ણ થયુ છે. વધુમાં 2022 સુધીમાં ખેડૂતોની આવક ડબલ થશે તેવું મોદીનું વિઝન છે તે ચોક્કસથી પૂર્ણ થશે તેવો આશાવાદ પણ મંત્રી ગડકરીએ વ્યક્ત કર્યો હતો.

જ્યારે ગુજરાતનાં મુખ્યમંત્રી વિજય રૂપાણીએ વડાપ્રધાન મોદીને જન્મદિવસની શુભેચ્છા પાઠવી જણાવ્યું હતુ કે નર્મદા બંધનું લોકાર્પણ આપણા માટે સૌભાગ્યની વાત છે. વર્ષ 1961થી જોવાયેલું સ્વપ્ન આજે સાકાર થયુ હોવાનું જણાવ્યુ હતુ.

Next Story
Share it