Top
Connect Gujarat

હેપ્પી બર્થ ડે ટુ અમિતાભ બચ્ચન

હેપ્પી બર્થ ડે ટુ અમિતાભ બચ્ચન
X

આજે સદીના મહાનાયક ગણાતા અમિતાભ બચ્ચનનો જન્મદિન છે. રિલ લાઇફની સાથે બીગ બી રિયલ લાઇફમાં પણ હીરો રહ્યા છે. જીવનમાં મળેલી અપાર નિષ્ફળતાઓને હરાવીને તેમણે સફળતા મેળવી છે.

સૌ જાણે છે કે અમિતાભ બચ્ચન એકવાર ઓલ ઇન્ડિયા રેડિયો પર ઇન્ટરવ્યુ આપવા માટે ગયા હતા અને તેમના અવાજના કારણે નાપસંદ કરવામાં આવ્યા હતા. ત્યારબાદ બીગ બીને બોલિવૂડમાં પણ શરૂઆતમાં ઘણી નિષ્ફળતાનો સામનો કરવો પડ્યો હતો. ઘણાં લોકોએ તેમને નામ બદલી દેવાની પણ સલાહ આપી. જોકે, તેઓ પોતાના નામ સાથે જ સફળ થવા માંગતા હતા.

બોલિવૂડમાં એંગ્રી યંગ મેન તરીકે જાણીતા થયેલા બચ્ચનના અભિનયે લોકોએ તેમને સુપર સ્ટારનું બિરુદ આપી દીધું. ચારે તરફ તેમના કરોડો પ્રશંસકો હતા. તેવામાં જ નસીબે તેનું પાનુ ફરી પલટ્યુ અને બીગ બી દેવામાં ડૂબી ગયા. પરંતુ એંગ્રી યંગ મેને ફરી એક વખત કૌન બનેગા કરોડપતિ થકી ટીવી પર આગમન કરીને 60 વર્ષની વયે ફરી સફળતા મેળવી.

અને જેમ બધા જ જાણે છે કે તેમનું આ મજબૂત મનોબળ તેમને મોતના મુખમાંથી પણ પાછુ ખેંચી લાવ્યુ હતુ. આજે પણ કરોડો લોકો તેમના ચાહકો છે અને દર વર્ષની જેમ આજે પણ તેઓ બીગ બીને હેપ્પી બર્થ ડે વિશ કરી રહ્યા છે.

Next Story
Share it