Connect Gujarat
ગુજરાત

"હેલ્લારો" નેશનલ  ફિલ્મ એવોર્ડ મેળવનારી ફીચર ફિલ્મના કલાકારો સાથે ખાસ મુલાકાત

હેલ્લારો નેશનલ  ફિલ્મ એવોર્ડ મેળવનારી ફીચર ફિલ્મના કલાકારો સાથે ખાસ મુલાકાત
X

ગુજરાતી ભાષા અને સંસ્કૃતીથી તરબતર હેલ્લારો નામની ગુજરાતી ફિલ્મ આ વર્ષના ઓક્ટોબર માસમાં રિલીઝ થવાની છે. જયારે ફિલ્મને ભારત સરકાર દ્વારા 66મોં રાષ્ટ્રીય ફિલ્મ એવોર્ડ આપવામાં આવ્યો છે. લોકોમાં તેની સ્ટોરીને લઈને અલગ અલગ ચર્ચાઓ કરવામાં આવી રહી છે ત્યારે આ ફિલ્મના કલાકાર અને દિગ્દર્શક સાથે કનેક્ટ ગુજરાત દ્વારા ખાસ વાતચીત કરવામાં આવી હતી.

હેલ્લારો ફિલ્મ ઓક્ટોબરમાં રિલીઝ થવા જઈ રહી છે, ત્યારે ફિલ્મના કલાકારો અને ડિરેક્ટરે જણાવ્યું હતું કે, ગુજરાતનું લોકનૃત્ય ગરબા અને સ્ત્રીઓની સ્વઅભિવ્યક્તિને કેન્દ્રમાં રાખીને આ ફિલ્મ બનાવવામાં આવી છે. આ ફિલ્મમાં 13 સ્ત્રી કલાકારો તથા આર્જવ ત્રિવેદી, જયેશ મોરેએ પણ આ ફિલ્મમાં કામ કર્યું છે. હેલ્લારો ફિલ્મને નેશનલ ફિલ્મ એવોર્ડની સાથે સાથે તેમના જ્યુરી એક્ટ્રેસને બેસ્ટ ફીચર ફિલ્મ એવોર્ડ પણ મળ્યો છે. આ ફિલ્મ કચ્છમાં બનેલી સત્ય ઘટના ઉપર બનાવવામાં આવી છે.

જો વાત કરવામાં આવે તો, જયારે કચ્છમાં ભુંકંભ થયો હતો ત્યારબાદ તેની શું સ્તિથી હતી. ત્યાના લોકોએ કેવી તકલીફોનો સામનો કર્યો હતો, સાથે સાથે કચ્છીઓ કેવી રીતે આગળ વધ્યા અને ફરી એક વાર કચ્છ કેવી રીતે બનાવ્યું તે પણ આ ફિલ્મમાં દર્શાવવામાં આવ્યું છે.

Next Story
Share it