Connect Gujarat

'હે રામ' રાજનેતાઓના મુખે અમર મહાત્મા ગાંધી

હે  રામ રાજનેતાઓના મુખે અમર મહાત્મા ગાંધી
X

30મી જાન્યુઆરી મહાત્મા ગાંધીજી નિર્વાણ દિન, હે રામ કહીને અંતિમ શ્વાસ લેનાર બાપુએ અહિંસા, સત્ય અને પ્રેમનો સંદેશ દેશવાસીઓને આપ્યો હતો, અને આજ તાકત પર બાપુએ અંગ્રેજોથી દેશને આઝાદી પણ અપાવી હતી.

મહાત્મા ગાંધીજીને જયારે ગોળી મારવામાં આવી ત્યારે તેઓ હે રામ અંતિમ શબ્દો બોલીને જમીન પર ઢળી પડયા હતા. સદાય સૌને માત્ર અહિંસા, સત્ય અને પ્રેમનો સંદેશ આપનાર ગાંધીજી વર્તમાન સમયમાં પણ જીવિત છે, હા પરંતુ તેઓના જીવનચરિત્ર થકી નહિ પણ લોકોને તેઓની વિચારસરણીની વાત કરીને ગુમરાહ કરવા માટે. ગાંધીજીનો ઉપદેશ લોકોને આપીને અને તેનું પાલન કેટલું થતુ હશે તે પણ વિચારવા જેવી બાબત છે.

ગાંધીજી મૃત્યુ બાદ ભારતીય ચલણ પર અને રાજનેતાઓની જુબાન પર આજે પણ જીવિત છે. ટીખળ ખોરોએ ગાંધીજી પ્રત્યે હસી મજાક ભર્યા ટુચકાઓ પણ બનવ્યા છે.પરંતુ જે બાબત પણ વર્તમાન સમયમાં સત્યતાની ચાળી ખાય છે. કારણકે અંગ્રેજો સામેની આઝાદી ગાંધીજીએ અપાવી હતી તો આજે અસામાજિક પ્રવૃત્તિ કે અન્ય બાબતોમાં આર્થિક વ્યવહારો થી મુક્તિ ગાંધીજીના મુખાકૃતિ વાળી ચલણી નોટ અપાવે છે.

રાષ્ટ્રપિતા ગાંધીજીએ સમગ્ર રાષ્ટ્રને જાગૃત કર્યુ હતુ. તેમના આંદોલનથી, રાજકીય, સામાજિક, સાંસ્કૃતિક જાગૃતિ આવી હતી. રાષ્ટ્રપિતા ગાંધીજી આજે દેશ વિદેશના લોકો માટે એક આદર્શ છે, અને ગાંધીજીના જીવન પર લખાયેલ પુસ્તકો થકી પણ લોકો તેમના આદર્શ જીવન વિશેની જાણકારી મેળવી રહ્યા છે.

તો બીજી તરફ રાજનેતાઓ માટે તેઓના વિચારો માત્ર ચૂંટણી સભામાં ભાષણનું એક માત્ર માધ્યમ બની ગયુ છે. અહિંસાની વાતો સદાય કરવામાં આવે છે,પંરતુ તેનું પાલન રાજનીતિમાં કેટલું થાય છે તે સૌ કોઈ જાણેજ છે.

Next Story
Share it