Connect Gujarat

હૈદરાબાદમાં મુથૂટ ફાઇનાન્સ માંથી લૂંટાયું 40 કીલો જેટલું સોનુ

હૈદરાબાદમાં મુથૂટ ફાઇનાન્સ માંથી લૂંટાયું 40 કીલો જેટલું સોનુ
X

હૈદરાબાદના રામચંદ્રપુરમમાં આવેલ મુથૂટ ફાઇનાન્સની ઓફિસમાંથી 4 અજાણ્યા શખ્સોએ સીબીઆઇ અધિકારીઓ હોવાનું જણાવી લગભગ 40 કિલો જેટલું સોનુ લૂંટી લીધું.

પોલીસના જણાવ્યા મુજબ, ચાર વ્યક્તિઓ સવારે મુથૂટ ફાઇનાન્સની શાખામાં આવ્યા હતા અને સીબીઆઈના અધિકારીઓ હોવાનું જણાવી રેકોર્ડ અને સોનાના લોકર્સની તપાસ કરવા કહ્યું હતું. જયારે કર્મચારીએ ઉપરી અધિકારી પાસેથી પરવાનગી વગર લોકર્સ બતાવવાનીના પાડી ત્યારે અજાણી વ્યક્તિએ સીબીઆઇ અધિકારીઓનો ઓર્ડરનું ઉલ્લઘન કરવા બદલ સ્ટાફ સામે પગલાં લેવાની ધમકી આપી હતી.

આ લૂંટારુઓ તેમની સાથે સીસીટીવી કેમેરા તેમજ હાર્ડ ડિસ્ક લઈને કારમાં ફરાર થઇ ગયા હતા.

પોલીસને ઘટનાની જાણ થતા ઘટનાસ્થળે પહોંચીને તપાસ હાથ ધરી હતી તેમજ આ લૂંટારૂઓને પકડી પાડવા માટેની કાર્યવાહી હાથ ધરી હતી.

Next Story
Share it