Connect Gujarat
ગુજરાત

૮૦ વર્ષમાં સૌરાષ્ટ્રમાં પ્રથમવાર નિકળ્યો કિન્નરોનો વરઘોડો

૮૦ વર્ષમાં સૌરાષ્ટ્રમાં પ્રથમવાર નિકળ્યો કિન્નરોનો વરઘોડો
X

તમે વરઘોડા તો અનેક પ્રકારના જોયા હશે પરંતુ આજે અમરેલીના સાવરકુંડલા ખાતે એક એવો વરઘોડો નીકળ્યો કે જે છેલ્લા ૮૦ વર્ષમાં સૌરાષ્ટ્રમાં પ્રથમવારની આ ઘટના છે આ વરઘોડો છે કિન્નરોનો જેમાં કિન્નરોએ સાવરકુંડલાના શહેરીજનોને એક રૂપિયાની ભેટ આપીને ખુશખુશાલ કરી દીધા હતા આવો જોઈએ આ અદભૂત વરઘોડો.

અમરેલી જિલ્લાના સાવરકુંડલા ખાતે આજે કિન્નરોનો વરઘોડો નીકળ્યોં હતો. સૌરાષ્ટ્રભરમાં છેલ્લા ૮૦ વર્ષમાં ન બની હોય કે ન જોઈ હોય તેવી ઘટના સાવરકુંડલાવાસીઓ ને જોવા મળી હતી. સમગ્ર ગુજરાતમાંથી અને ગુજરાત બહારથી કિન્નર મહેમાનોને આમંત્રણ અપાયા હતા સાત દિવસના મહોત્સવમાં મુખ્ય મહોત્સવ આજે ડીજેના તાલે અને કિન્નર ના કોઈ વૃદ્ધ વડીલ પ્રમુખો સાથે બગીચાઓમાં માનપૂર્વક બેસાડી ડીજેના તાલે કિન્નરો ઝુમી ઉઠ્યા હતા. આ વરઘોડામાં સાવરકુંડલાના સાધુ સમાજને પણ માન આપી સન્માનિત કરી રથમાં બેસાડવામાં આવ્યા હતા. કિન્નરો પણ સમાજનું મહત્ત્વનું અંગ છે તેમને મહત્વ આપવું જોઈએ અને સાવરકુંડલા ની અંદર આ ઉત્સવથી સમગ્ર શહેરીજનોમાં અને સંતોમાં ગૌરવ અને આનંદની લાગણી છે.

કિન્નર સમાજનો વરઘોડો સમગ્ર શહેરની મુખ્ય બજારોમાં ફર્યો હતો કિન્નરો મન મૂકીને ઝુમી ઉઠ્યા હતા અને હા કિન્નરોના વડીલોને તેમજ વરઘોડામાં નાચી રહેલા કિન્નરોને સાવરકુંડલાના શહેરી મહિલાઓ તેમજ પુરુષોએ માન સન્માન થી વધાર્યા હતા તો શરબત પીવડાવી સાવરકુંડલા વાસીઓએ પોતાની સામાજિક ફરજ બજાવી હતી. સામાન્ય રીતે કિન્નરો આપણી પાસે પૈસા માંગતા હોય છે ત્યારે આજે કિન્નરોએ ક્યાંક નોટોનો વરસાદ તો ક્યાં શુકનવંતા રૂપિયાનો વરસાદ પડ્યો અને આ પૈસા ને સાવરકુંડલા શહેરીજનોએ ભાગ્યશાળીને શુકનવંતા માની સ્વીકાર્ય હતા ભાગ્યે જ જોવા મળતી કિન્નરોની આ મહેમાન ગતિ તેમજ ઉત્સવને સાવરકુંડલા વાસીઓએ ખૂબ જ પ્રેમથી અને આદરથી સન્માન આપ્યું હતું. તેમજ શહેરના આગેવાનો તેમજ સાધુ-સંતોએ પણ આ ઉત્સવમાં ખૂબ જ આદરપૂર્વક ભાગ લઇ સહકાર આપ્યો હતો જેનો આભાર આ વિસ્તારના કિન્નરોના નાયક કાજલ દેએ માન્યો હતો.

Next Story
Share it