Connect Gujarat
ગુજરાત

"कृष्णस्तु भगवान स्वयं": ક્રુષ્ણજ્ન્મ, આરતી, મટકીફોડ, ભજન સત્સંગ સહિત જન્માષ્ટમી પર્વની કરાઇ ઉલ્લાસભેર ઉજવણી

कृष्णस्तु भगवान स्वयं: ક્રુષ્ણજ્ન્મ, આરતી, મટકીફોડ, ભજન સત્સંગ સહિત જન્માષ્ટમી પર્વની કરાઇ ઉલ્લાસભેર ઉજવણી
X

જન્માષ્ટમી એટલે પ્રભુ પ્રેમીઓના આનંદની પરાકાષ્ઠા. આ પર્વ પ્રત્યેક વર્ષમાં એક જ વાર આવે છે, પણ લોકોને ઘણો આનંદ આપે છે. વસુદેવ શુદ્ધ સત્વનું સ્વરૂપ છે, અને દેવકીજી નિષ્કામ બુદ્ધિનું સ્વરૂપ છે. દેવકીનો ભાઇ કંસ બહેનને વિદાય આપવા રથ હાંકે છે. આ વખતે આકાશવાણી થાય છે. "તારી બહેન દેવકીનો આઠમો ગર્ભ તને મારશે." કંસે ભયભીત બની દેવકી અને વાસુદેવને કારાગૃહમાં પૂરી દીધા હતા. એક પછી એક એમ દેવકીના બાળકોનો કંસે વિનાશ કર્યો હતો.

શ્રી કૃષ્ણાવતાર એટલે દેવકીજીનો આઠમો પુત્ર. શ્રાવણ વદ આઠમ, અભિજિત નક્ષત્ર, શ્રી કૃષ્ણ જન્મ જયંતી, ભગવાન શ્રી કૃષ્ણે આજે અધર્મનો નાશ કરી ધર્મની સ્થાપના કરવા, પાપીઓનો સંહાર કરવા, પુણ્યાત્માઓની રક્ષા કરવા તેમજ ગાયો, બ્રાહ્મણો અને સંતોનું પાલન કરવા ધરતી ઉપર જન્મ ધારણ કર્યો. શ્રી કૃષ્ણ એટલે કૌસ્તુભમણિ. સવાર થતાં જ યશોદાજીને પુત્ર જન્મની વધાઈ સાંપડે છે. "નંદ ઘેર આનંદ ભયો, જય કનૈયા લાલ કી"ના નાદ સાથે ગોકુળમાં આનંદ આનંદ છવાઈ જાય છે.

ભારત રાષ્ટ્ર સહિત સમગ્રમાં રાજ્યમાં આજે જન્માષ્ટમીના પાવન પર્વની ઉત્સાહભેર ઉજવણી કરવામાં આવી. રાત્રે બરાબર ૧૨ કલાકે દેવાલયોના દ્વાર ભક્તોને શ્રી કૃષ્ણના દર્શનાર્થે ખોલવામાં આવ્યા. કૃષ્ણજન્મ, આરતી, મટકીફોડ, ભજન સત્સંગ સહિત કૃષ્ણભક્તિમાં ભક્તોએ શ્રી કૃષ્ણની આરાધના કરી. ઠેર ઠેર મંદિર તેમજ ઘરમાં બિરાજમાન શ્રીકૃષ્ણના જન્મ મહોત્સવની ઉજવણી કરી ભક્તોને પંજરીના પ્રસાદનું વિતરણ કરવામાં આવ્યું હતું.

ભરુચ શહેરના જૂના ભરુચ વિસ્તારમાં જુનબજાર, લિંક રોડ સ્થિત ગંગેશ્વર મહાદેવ મંદિર, મોઢેશ્વરી મંદિર, અયોધ્યાનગર તેમજ ઝાડેશ્વર વિસ્તાર શહિત શહેરભરમાં જન્માષ્ટમી નિમિતે મટકી ફોડનું આયોજન કરવામાં આવ્યું. આ પ્રસંગે મોટી સંખ્યામાં લોકો મટકી ફોડના પ્રસંગને નિહાળવા માટે ઉમટી પડ્યા હતા. અંકલેશ્વર શહેરમાં આવેલ ચૌટાબજાર વિસ્તાર સ્થિત મારકંડેશ્વર મંદિર, પંચાતી બજાર સ્થિત રાધાવલ્લભ મંદિર તેમજ સમડી ફળિયું તથા અંકલેશ્વર જી.આઈ.ડી.સી.વિસ્તારના વિવિધ સ્થળે ક્રુષ્ણ જન્મ અને મટકી ફોડનું આયોજન કરવામાં આવ્યું.

રાજ્યભરના વિવિધ જિલ્લાઓની વાત કરીએ તો, વલસાડમાં શહેરમાં રાધાકૃષ્ણ મંદિર તેમજ મોટા બજાર સ્થિત શ્રીનાથજી મંદિરમાં જન્માષ્ટમીની ઉજવણી કરવામાં આવી. નવસારી શહેરના ગોલવાડ વિસ્તારમાં આવેલ રાધાકૃષ્ણ મંદિર તેમજ હવેલી મહોલ્લા સ્થિત શ્રીનથીજી હવેલી ખાતે શ્રી ક્રુષ્ણની આરતી કરવામાં આવી. સુરત શહેરમાં ભાગલ ચાર રસ્તા ખાતે વિવિધ મંડળો દ્વારા મટકી ફોડ તેમજ જહાંગિરપૂરા વિસ્તાર સ્થિત ઇસ્કોન મંદિર ખાતે ક્રુષ્ણ જન્મ, આરતી સહિત મટકી ફોડ કરી ખાતે પણ ઉલ્લાસભેર જન્માષ્ટમીની ઉજવણી કરાઇ. નર્મદા જિલ્લામાં રાજપીપળા શહેરના સ્ટેશન રોડ સ્થિત રાધાકૃષ્ણ મંદિર ખાતે જન્માષ્ટમી પર્વ નિમિતે શ્રી ક્રુષ્ણ જન્મની ઉજવણી કરાઇ. વડોદારા શહેરના ગોત્રી વિસ્તારમાં આવેલ ઇસ્કોન મંદિર ખાતે જન્માષ્ટમી નિમિતે ભજન સત્સંગ સહિત ઉલાશભેર જન્માષ્ટમીનો પર્વ ઉજવાયો. અમદાવાદ શહેરના પશ્ચિમ વિસ્તારમાં આવેલ ઇસ્કોન મંદિર ખાતે જન્માષ્ટમી પર્વ નિમિતે ક્રુષ્ણ જન્મ, ક્રુષ્ણ આરતી અને મટકી ફોડ સહિત વિશેષ ઉજવણી કરવામાં આવી. રાજકોટ શહેરમાં કાલાવાડ રોડ સ્થિત ઇસ્કોન મંદિર તેમજ દરબાર ગઢની મદન મોહન લાલજીની હવેલી તથા વૈષ્ણવ સંપ્રદાયની તમામ હવેલીઓ ખાતે શ્રી ક્રુષ્ણ જન્મ મહોત્સવની ઉલ્લાસભેર ઉજવણી કરાઇ.

Next Story