Connect Gujarat
ગુજરાત

અંકલેશ્વરઃ આમલાખાડીના બે પાળા તૂટ્યા, ગામતળાવ થયું ઓવરફ્લો

અંકલેશ્વરઃ આમલાખાડીના બે પાળા તૂટ્યા, ગામતળાવ થયું ઓવરફ્લો
X

ગામતળામાંથી ઓવરફ્લો થયેલું પાણી, મોદીનગર, એશિયાડનગર પાણીમાં ગરકાવ

અંકલેશ્વર-હાંસોટ રોડ પાણી ગરક થયો : આમલખાડી પર આંબોલી સી.આઈ.એસ.એફ કેમ્પ પાસે અને કડકીયા કોલજ નજીક પાડા તૂટી જતા પાણી ધસમસતું પાણીએ ઢેડીયા તળાવને ઓવરફ્લો કર્યો : પાલિકા દ્વારા સંબંધિત વિભાગને જાણ કરી પારો રીપેર કરવા તેમજ પાણી ગરક વિસ્તારો પાણી પમ્પીંગ કરવા તજવીજ યુદ્ધના ધોરણે આરંભી.

અંકલેશ્વરમાં આજરોજ વરસેલા વરસાદને પગલે ઠેર ઠેર પાણી ભરાઈ ગયા હતા. જેના કારણે ગામ તળાવ ફાટતાં નજીકની સોસાયટીઓમાં પાણી ફરી વળ્યાં હતા. અંકલેશ્વર-હાંસોટ રોડ પાણી ગરકાવ થયો હતો. આંબોલી ગામ પાસે આવેલી સી.આઈ.એસ.એફ કેમ્પ પાસે તથા કડકીયા કોલજ નજીક આમલાખાડીનાં પાળા તૂટી જતાં ધસમસતું પાણી ઢેડીયા તળાવમાં પહોંચ્યું હતું. જેના કારણે તળાવ ઓવરફ્લો થયું હતું. પાલિકા દ્વારા સંબંધિત વિભાગને જાણ કરી પાળો રીપેર કરવા તેમજ પાણીમાં ગરકાવ થયેલા વિસ્તારોમાંથી પાણીનું પમ્પીંગ કરવા યુદ્ધના ધોરણે કાર્યવાહી આરંભી હતી.

અંકલેશ્વરનાં દક્ષિણ વિસ્તામાં આવેલાં ગામો છેક ધામરોડથી લઈને જીઆઈડીસી વિસ્તારનું તમામ વરસાદી પાણી તથા જીઆઈડીસીનું પાણી વન ખાડીમાં આવે છે. જે બાદમાં આમલાખાડીમાં ભળે છે. ત્યારે અંકલેશ્વરનમે અડીને વહેતી આમલાખાડી વરસાદી સીઝનમાં બીજીવાર ઓવરફ્લો થઈ છે. જેના પર આંબોલી ગામ પાસે સી.આઈ.એસ.એફ કેમ્પ તેમજ હાંસોટ રોડ ઉપર કડકીયા કોલેજ નજીક એમ 2 સ્થળે પાળા તૂટી ગયા હતા. જેના કારણે આમલખાડીનું 50 ટકા કરતા વધુ પાણીનો જથ્થો શહેરના પશ્ચિમ વિસ્તાર તરફ ધસી આવ્યો હતો.

આમલાખાડીમાંથી આવેલું પાણી ગામતળાવ(ઢેડીયાતળાવ) માં ઠલવાતાં તળાવ ફાટ્યું હતું. જે પાણી માર્ગો પર થઈને નજીક સોસાયટીમાં આવેલી સોસાયટીઓ, મોદીનગર, એશિયાડનગર, હાંસોટરોડ પર આવેલી સોસાયટીઓમાં પાણી ફરી વળ્યાં હતા. તળાવ સામે આવેલા શકિતનગર, સેફરોન શાંતનુ પાર્ક રોડ, રામકુંડ રોડ, પાર્શ્વનગર, યોગેશ્વરનગર, સહીત વિસ્તારોમાં પાણીમાં ગરક થઈ ગયી હતા. આ અંગે એસ.ડી.એમ અંકલેશ્વરને જાણ કરી સંબંધિત વિભાગ પાસે ત્વરિત અસરથી પારો ઉભો કરવા રજૂઆત કરી હતી.

નગર પાલિકાના પ્રમુખ દક્ષાબેન શાહ તેમજ ઉપ પ્રમુખ નિલેશ પટેલ તેમજ ટેક્નિકલ ટીમ, રેસ્ક્યુ ટીમ સાથે આ વિસ્તારોમાંથી પાણીનું પમ્પીંગ કરવાની તજવીજ હાથ ધરી હતી. આ ઉપરાંત વરસાદ ધીમો પડ્યા બાદ આવેલા પાણીનો વિપુલ જથ્થો જોતાં આમલખાડી સીઆઈએસએફ કેમ્પ પાસે તપાસ કરતા ત્યાં પાળો તૂટી ગયો હતો. જે પાણી શહેરી વિસ્તાર તરફ આવતું હતું.

Next Story