Connect Gujarat
ગુજરાત

અંકલેશ્વરઃ પાડોસીને ગુનામાં ફસાવા જતાં પરપ્રાંતિય શખ્સ પોતે જ આરોપી નીકળ્યો

અંકલેશ્વરઃ પાડોસીને ગુનામાં ફસાવા જતાં પરપ્રાંતિય શખ્સ પોતે જ આરોપી નીકળ્યો
X

અંકલેશ્વર જીઆઈડીસી વિસ્તારમાં આવેલી ગાર્ડન સીટીમાં રહેતા એક પરપ્રાંતિય શખ્સે પાડોશીને ગેરકાયદે હથિયાર રાખવાના ગૂનામાં ફસાવી દેવા માટે કાવતરૂં રચ્યું હતું. જેણે પોતે જ પાડોશીના ઘરનાં ધાબે હથિયાર મૂકી બાદમાં પોતાના માણસો થકી પોલીસમાં બાતમી અપાવી ખોટો કેસ ઊભો કર્યો હતો. જોકે બાદમાં તપાસ કરતાં પોતે જ ગુનાનો કસુરવાર હોવાનું પોલીસે શોધી કાઢતાં શખ્સની અટકાયત કરી વધુ તપાસ માટે રિમાન્ડની તજવીજ હાથ ધરી છે.

અંકલેશ્વર GIDC પોલીસ મથકે નોંધાયેલા ગુનાની તપાસ એસ.ઓ.જી. પોલીસ ઇન્સપેકટરને સોંપવામાં આવી હતી. જે ગુનામાં આરોપી રાકેશ સુરેન્દ્રસીંગ ચૌહાણ હાલમાં રહે. બી/૭૯ ગાર્ડનસીટી સોસાયટી, જી.આઇ.ડી.સી. અંકલેશ્વર મુળ રહે. ગામ મોહનાથ, તા. નિજામાબાદ, જી.આઝમગઢ, ઉત્તર પ્રદેશ નાએ પોતાની સાથે થયેલા ઝઘડાની રીસ રાખી વિકાસ રાજેશ વસાવાને હથિયારના ગુનામાં સંડોવી દેવા પોતાની પાસેનું ગેરકાયદેસર હથિયાર તમંચો તથા કારતુસ નંગ-૨ એક પ્લાસ્ટીકની થેલીમાં રાખી ગત તારીખ ૧૫ મે, ૧૮ ના રોજ રાત્રીના દોઢ-બે વાગ્યે વિકાસ રાજેશ વસાવાના મકાનના ધાબા ઉપર આવી ધાબાનું પાણી નિકળવા માટે બનાવેલા કાણાના ભાગે સંતાડી જતો રહ્યો હતો.

પોલીસમાં પોતાના માણસો મારફતે જાણ કરી વિકાસ વસાવાને ગેરકાયદેસરના હથિયારના ગુનામાં પકડાવવાના ઇરાદે હથિયાર પકડાવી દેતાં તપાસ દરમ્યાન હથિયાર આરોપી રાકેશ સુરેન્દ્રસીંગ ચૌહાણે જ મુકેલું હોવાનું જણાઇ આવ્યું હતું. જે ગુનામાં આરોપીને તારીખ ૨૮ મે ૧૮ ના રોજ ઝઢપી લેવામાં આવ્યો હતો. આ હથિયાર અને કારતુસ તેણે કોની પાસેથી, કયાંથી અને કેવી રીતે મેળવ્યા તે અંગેની તપાસ એસ.ઓ.જી. પોલીસ ઇન્સપેકટર પી.એન.પટેલ કરી રહ્યા છે. તપાસ માટે પોલીસે આરોપીના રીમાન્ડ મેળવવાની તજવીજ હાથ ધરી છે.

Next Story