Connect Gujarat
ગુજરાત

અંકલેશ્વરઃ પ્રતિન પોલીસ ચોકી પાસે લગાવેલા સીસીટીવી કેમેરા ગાયબ

અંકલેશ્વરઃ પ્રતિન પોલીસ ચોકી પાસે લગાવેલા સીસીટીવી કેમેરા ગાયબ
X

નોટીફાઈડ વિભાગ દ્વારા 4 સીસીટીવી કેમેરા લગાવવામાં આવ્યા હતા

અંકલેશ્વરનું હાર્દ ગણાતા પ્રતિન ચોકડી પાસે આવેલી પોલીસ ચોકીના સામે જ લગાવેલા સીસીટીવી કેમેરા ગાયબ થઈ ગયા છે. ત્યારે પોલીસ ચોકી પાસેથી જ ઉપડી ગયેલા સીસીટીવી કેમેરા પોલીસની કામગીરીની જાણે ચાડી ખાઈ રહ્યા છે. સાથે સીસીટીવીનું રીસીવર થાંભલા સાછે લટકતી હાલતમાં જોવા મળી રહ્યું છે.

[gallery size="full" td_select_gallery_slide="slide" ids="51813,51814,51815,51816,51817"]

અંકલેશ્વર ઔદ્યોગિક વસાહત અને શહેરના એક્ઝિટ-એન્ટ્રી માટે મહત્વપૂર્ણ ગણાતી પ્રતિન ચોકડી શહેરનું હાર્દ ગણાય છે. અહીંથી મોટા પ્રામાણમાં વાહનોની અવરજવર રહેતી હોય છે. ત્યારે નોટીફાઈડ વિભાગ દ્વારા પ્રતિન ચોકડી ખાતે સીસીટીવી કેમરા લગાવવામાં આવ્યા હતા. આ વિસ્તારમાં બેન્ક તેમજ આંગડિયા પેઢીઓ સહીત અનેક મોટી ઓફિસ અને શો રૂમ આવેલા છે. ત્યારે ચોરી-લૂંટની ઘટનાઓને ઉકેલવામાં પણ આ સીસીટીવી કેમેરા મહત્વના સાબિત થતા હોય છે. ત્યારે ખુદ સીસીટીવી કેમેરાની જ ચોરી થઈ જતાં અનેક સવાલો ઉપસ્થિત થયા છે.

અંકલેશ્વર જુના નેશનલ હાઇવે નંબર 8 પર આવેલી પ્રતિન ચોકડી ખાતે 4 સીસીટીવી કેમરા લગાવામાં આવ્યા હતા. સાથે રીસીવર પણ લગાવામાં આવ્યું હતું. છેલ્લા 15 થી 20 દિવસ ઉપરાંતથી આ સીસીટીવી કેમરા ગાયબ થઇ ગયા છે. જે બાબતે જાણે કોઈને ખ્યાલ જ ન હોય તેવી રીતે નજર અંદાજ કરવામાં આવી રહ્યા છે. એટલુંજ નહિ કેમેરાનું રીસીવર પણ થાંભલા ઉપર લટકી રહ્યું છે. આ વિસ્તાર અત્યંત ભરચક વિસ્તાર હોય ભૂતકાળમાં ચીલ ઝડપ અને લૂંટના બનાવો પણ સામે આવ્યા છે. ત્યારે ગુનેગારો ઝડપી પાડવામાં ચાવી રૂપ બનાનાર સીસીટીવી કેમેરા જ ગાયબ થઈ ગયા છે.

Next Story