Connect Gujarat
ગુજરાત

અંકલેશ્વરઃ ભડકોદ્રાનાં આદિવાસી યુવાનોની આત્મવિલોપનની ચીમકીને લઈ પોલીસ એલર્ટ 

અંકલેશ્વરઃ ભડકોદ્રાનાં આદિવાસી યુવાનોની આત્મવિલોપનની ચીમકીને લઈ પોલીસ એલર્ટ 
X

આદિવાસીઓએ આપેલ આત્મવિલોપનની ચીમકીના મુદ્દે જીઆઇડીસી પોલીસે પૂછપરછ આદરી

અંકલેશ્વર તાલુકાના ભરકોદ્રા ગામ ખાતે આવેલ નવી વસાહત વિસ્તારમાં આદિવાસીઓના મકાનો નામને કરવાના મુદ્દે છેલ્લા કેટલાક વર્ષો થી સ્થાનિક આદિવાસીઓ રજુઆત કરી રહ્યા છે. જે મુદ્દે 10 દિવસ પૂર્વે પ્રશ્નનું નિરાકરણ નહિ આવે તો આત્મવિલોપન ચીમકી ઉચ્ચારી જિલ્લા કલેક્ટરને આવેદન પત્ર પાઠવામાં આવ્યું હતું. જેને લઈ જી.આઈ.ડી.સી પોલીસ દ્વારા સાવચેતીના પગલાં રૂપે આત્મવિલોપન કરનાર આદિવાસી સભ્યોની અટકાયતી પગલાં ભરવાની તજવીજ હાથ ધરતા જ પોલીસ મથકે ટોળા ઉમટી પડ્યા હતા.

ભડકોદ્રા ગામ ખાગતે આવેલ નવી વસાહત વિસ્તારમાં રહેતા આદિવાસી પરિવારો દ્વારા પોતાના મકાનો પંચાયત દ્વારા નામે કરવામાં આવે તેવી મેગ 2017 થી કરી રહ્યા છે. પંચાયતનો તમામ વેરો ભરપાય કરી રહ્યા છે. તેમજ જ્યા રહી રહ્યા છે તેના તમામ સરકારી દસ્તાવેજી પુરાવા તેમની પાસે હોવાછતાં તેમના નામે મકાન કરવામાં આવતા નથી આજ વિસ્તાર માં રહેતા પટેલ સમાજ તેમજ અન્ય સમાજના લોકોના મકાનો નામે કરી દેવામાં આવ્યા છે પણ આદિવાસી પરિવારોના મકાન નામે કરવાના આવતા ના હોવાના મુદ્દે સ્થાનિક આદિવાસી પરિવાર અને યુવાનો દ્વારા જિલ્લા કલેક્ટરને લેખિત આવેદનપત્ર પાઠવી દિન 10 માં તેમના પ્રશ્નનું નિરાકરણ નહિ આવે તો આત્મવિલોપન કરવાની ચીમકી ઉચ્ચારી હતી.

ચીમકીનાં પગલે સાવચેતી અને કાયદો અને વ્યવસ્થાના ભાગ રૂપે આજ રોજ જી.આઈ.ડી.સી પોલીસએ અટકાયતી પગલાં ભરવા તેમજ યુવકો પૂછપરછ માટે બોલાવતા જી.આઈ.ડી.સી પોલીસ મથકે ટોળા જામી ગયા હતા. અંતે પોલીસ સમક્ષ લેખિત આ યુવાનો દ્વારા વધુ 10 દિવસ ની માગણી કરી પોતાન પ્રશ્નના નિરાકરણ લાગવા રજુઆત કરતા મામલો થાણે પડ્યો હતો. આ બાબતે જી.આઈ.ડી.સી પી.આઈ આર.કે. ધુળીયાએ જણાવ્યું હતુ કે જિલ્લા કલેક્ટર પાઠવેલા આવેદનના મુદ્દે યુવાનો જવાબો લેવા માટે બોલાવ્યા હતા. જે મુદ્દે વધુ 10 દિવસનો સમય માગી લેખિત આપ્યું છે. આ મુદ્દે પોલીસ વિભાગ દ્વારા સંબંધિત વિભાગોઆ કાયદોની જોગવાય મુજબ કાર્યવાહી કરવા જાણ કરી છે. હાલ તો કોઈની સામે અટકાયતી પગલાં ભરવામાં આવ્યા નથી.

Next Story