Connect Gujarat
ગુજરાત

અંકલેશ્વરઃ મામલતદાર કચેરી પાસેની સોસાયટી પાણીમાં ગરકાવ, લોકો નિઃસહાય બન્યા

અંકલેશ્વરઃ મામલતદાર કચેરી પાસેની સોસાયટી પાણીમાં ગરકાવ, લોકો નિઃસહાય બન્યા
X

શોપિંગ સેન્ટરમાં 5થી 6 ફૂટ પાણી ભરાયા, લોકોનાં ઘરોમાં પાણી ઘુસતાં ઘરવખરી પલળી

અંકલેશ્વર શહેરમાં આજરોજ વરસી પડેલા વરસાદમાં અનેક વિસ્તારોમાં જળબંબાકારની સ્થિતિ સર્જાયી હતી. આજે સોમવારનો દિવસ હોય જ્યાં સૌથી વધુ લોકોની ભીડ રહે છે તેવી મામલતદાર કચેરીને અડીને આવેલી સીસીડી સોસાયટી અને શોપિંગ સેન્ટરમાં પાણી ફરી વળતાં લોકો નિઃસહાય બન્યા હતા. અગાઉ સીસીડી સોસાયટીનાં રહિશો દ્વારા તંત્રને અનેક વખત રજૂઆત કરવા છતાં પ્રિમોન્સુન કામગીરી નહીં કરાતાં આજે આ સ્થિતિ નિર્માણ પામી હતી. જેના કારણે લોકો પાલિકા તંત્ર ઉપર રોષ ઠાલવી રહ્યા હતા.

અંકલેશ્વર નગર પાલિકાની હદમાં પ્રિમોન્સુન કામગીરી કરવામાં તંત્રએ વેઠ ઉતારી હોવાનું ચિત્ર આજે વરસાદી માહોલમાં જોવા મળ્યું હતું. ખાસ કરીને જ્યાં રોજિંદા મોટી સંખ્યામાં અવર જવર રહે છે તેવી મામલતદાર કચેરી વિસ્તારમાં આવેલા શોપિંગ સેન્ટરમાં પાણીનો ભરાવો થયો હતો. મામલતદાર કચેરીથી 200 મીટરનાં અંતરે આવેલી સીસીડી સોસાયટીનાં લોકો આજે ભારે મુશીબતમાં મુકાયા હતા. વરસાદી પાણી તેમનાં ઘરોમાં ઘુસી જતાં પીવાના પાણીથી તો વંચિત રહ્યા જ હતા પરંતુ વીજળી પણ ડૂલ થઈ જતાં અંધકારમય વાતાવરણ વચ્ચે સમય પસાર કરવની ફરજ પડી હતી.

મામલતદાર કચેરી પાસે આવેલા શોપિંગ સેન્ટરમાં 5થી 6 ફૂટ પાણી ભરાયા હતા. જ્યારે પાછળ આવેલી સોસાયટીમાં ઘરોમાં પાણી ભરાતાં લોકોની ઘરવખરી પલળી ગઈ હતી. લોકોએ ભૂખ્યા તરસ્યા રહેવું પડ્યું હતું. સોસાયટીનાં લોકોનું કહેવું છે કે અને પાલકામાં અનેક વખત રજૂઆત કરી હતી. પરંતુ પાલિકા તંત્ર દ્વારા અમારી રજૂઆતને ધ્ચાન ઉપર નહીં લેતાં આજે આ પરિસ્થિતિ નિર્માણ પામી છે.

Next Story