Connect Gujarat
ગુજરાત

અંકલેશ્વરઃ યુવાન હાથમાં બાંબુ લઈને કામ કરતાં લાગ્યો વીજકરંટ, થયું મોત

અંકલેશ્વરઃ યુવાન હાથમાં બાંબુ લઈને કામ કરતાં લાગ્યો વીજકરંટ, થયું મોત
X

જીઆઈડીસી વિસ્તારમાં આવેલી એક્સિસ ફાર્મા નામની કંપનીમાં કામ કરતો હતો યુવાન

અંકલેશ્વરનાં પદમાવતી નગર પાસે આવેલી મંગલદીપ સોસાયટીમાં રહેતો અને જીઆઈડીસી સ્થિત એક્સિસ ફાર્મા કંપનીમાં કામ કરતા એક કામદારને વીજ કરંટ લાગ્યો હતો. જેને જયાબેન મોદી હોસ્પિટલમાં સારવાર માટે ખસેડાયો હતો. જ્યાં ફરજ પરનાં તબીબોએ તેને મૃત જાહેર કર્યો હતો.

અંકલેશ્વર જીઆઈડીસી વિસ્તારમાં આવેલી એક્સિસ ફાર્મા કંપનીમાં આદર્શ ગબ્બર સિંધ પાલ નામનો યુવાક કામ કરી રહ્યો હતો. દરમિયાન લાકડાનો બામ્બુ હાથમાં લઈને જતાં કોઈક કારણોસર બામ્બુ વીજ વાયરને અડી ગયો હતો. જેના પગલે વીજ કરંટ ઉતરતાં તેને વીજશોક લાગ્યો હતો. આદર્શને તરજ જ જયાબેન મોદી હોસ્પિટલ ખાતે 108 મારફતે સારવાર માટે લઈ જવાયો હતો. જેને ફરજ પરનાં હાજર તબીબોએ મૃત જાહેર કર્યો હતો. મૃતકનાં પરિવારજનોને ઘટનાની જાણ થતાં હોસ્પિટલ ખાતે દોડી આવ્યા હતા. યુવાનનો મૃતદેહ જોતાં જ પરિવારજનોએ આક્રંદ કરી મૂકતાં વાતાવરણ ગમગીન બન્યું હતું. હાલમાં પોલીસે સમગ્ર મામલે તપાસ હાથ ધરી છે.

Next Story