Connect Gujarat
ગુજરાત

અંકલેશ્વરઃ લાકડાના માર્કેટમાં ગત મોડીરાતે આગ લાગતા લાકડાનો જથ્થો બળીને ખાક

અંકલેશ્વરઃ લાકડાના માર્કેટમાં ગત મોડીરાતે આગ લાગતા લાકડાનો જથ્થો બળીને ખાક
X

લાખો રૂપિયાની નુકસાનીનો અંદાજ

ચાર જેટલા ફાયર ફાયટરોએ દોઢ કલાકની જહેનત બાદ આગ પર કાબુ મેળવ્યો

અંકલેશ્વર રાજપીપળા રોડ પર આવેલ લાકડાના માર્કેટમાં મોડી રાત્રિના સમયે કોઇ આગમ્ય કારણોસર આગ લાગી હતી. આ આગ લાગવની જાણ સત્તાધિશોએ ફાયર વિભાગને કરી હતી. જેથી ચાર જેટલા ફાયર ફાયટરોએ ઘટના સ્થળે દોડી જઈ દોઢ કલાકની ભારે જહેમત બાદ આ આગ પર કાબુ મેળવ્યો હતો. લાકડાના માર્કેટમાં આગ લાગવાના લાકડાનો જથ્થો બળીને ખાખ થઈ જતા માલિકને લાખો રૂપિયાનું નુકસાન થયુ હોવાનો અંદાજ લગાવવામાં આવી રહ્યો છે.

[gallery size="large" td_select_gallery_slide="slide" ids="80112,80113,80114,80115"]

પ્રાપ્ત માહિતી અનુસાર અંકલેશ્વર રાજપીપળા રોડ પર ગઈકાલે મોડી રાત્રિના સમયે લાકડાના માર્કેટમાં કોઈ અગમ્ય કારણોસર આગ લાગી હતી. આગ લાગવાની જાણ થતા માર્કેટના સંચાલકોએ ફાયર વિભાગને જાણ કરતા ચાર જેટલા ફાયર ફાયટરોએ ઘટના સ્થળે દોડી ગયા હતાં.જોત જોતામાં આ આગે વિકરાળ સ્વરૂપ ધારણ કરતા લાકડા માર્કેટમાં રહેલ લાક્ડાનો તમામ જથ્થો બળીને ખાખ થઈ ગયો હતો. આ લાકડાના માર્કેટમાં લાગેલી આગ પર પાણીનો સતત મારો ચલાવી અંદાજે લાશ્કરોએ દોઢ કલાકની જહેમત બાદ આગ પર કાબુ મેળવવામાં સફળતા મેળવી હતી. અચાનક ભભૂકેલ આગના પગલે લાક્ડાના માર્કેટમાં રહેલ તમામ લાકડાનો જથ્થો બળીને ખાખ થઈ જતા તેના માલિકને લાખો રૂપિયાનું નુકસાન થયુ હોવનો અંદાજ હાલમાં તો લગાવાઈ રહ્યો છે.

ઉલ્લેખનીય છે કે લાકડાના માર્કેટમાં એક સાથે બે જગ્યા પર આગ લાગવાના કારણે કોઇ તોફાની તત્વો દ્વારા આગ લગાવવામાં આવી હોવાનું પ્રાથમિક અનુમાન લગાવાઈ રહ્યું છે.

Next Story