Connect Gujarat
ગુજરાત

અંકલેશ્વરઃ 10 થી વધુ જમીન મામલામાં તત્કાલીન ક્લાર્કની થઈ ધરપકડ

અંકલેશ્વરઃ 10 થી વધુ જમીન મામલામાં તત્કાલીન ક્લાર્કની થઈ ધરપકડ
X

જીઆઇડીસી પોલીસ મથકમાં અરવિંદ પટેલ સામે 6 ગુના નોંધાતાં પોલીસે અટકાયત કરી

અંકલેશ્વરમાં 10 થી વધુ જમીન મામલામાં તાલુકા પંચાયતનાં કર્મચારીની પોલીસે અટકાયત કરી હતી. જીઆઇડીસી પોલીસ મથકના 6 જેટલા ગુનામાં અરવિંદ પટેલની પોલીસે અટકાયત કરી હતી. તો શહેર પોલીસે 3 ગુનામાં ટ્રાન્સફર વોરન્ટ મેળવી ધરપકડ કરી હતી. જિલ્લા પંચાયતનાં મૃત કર્મચારી મનોજ પિસ્તોલવાલાનું નામ પણ આ સમગ્ર મામલામાં બહાર આવ્યું હતું. પોલીસ દ્વારા આ બાબતે પણ તપાસ કરી અન્ય કર્મચારીઓની સંડોવણી હોવાની આશંકા વ્યક્ત કરી હતી.

અંકલેશ્વર મામલતદાર દ્વારા જીઆઇડીસી પોલીસ મથકે 6 જેટલા વિવિધ ગુનામાં સરકારને આર્થિક નુકશાન તેમજ છેતરપિંડી કરવાનો ગુના નોંધાયા હતા. જેમાં તમામ જમીન માલિકો દ્વારા જિલ્લા વિકાસ અધિકારી ભરૂચના બિન ખેતી પરવાનગીનો ખોટો દસ્તાવેજ ઉભો કરી કાયદાથી સ્થાપિત સરકારી કચેરીમાં રજુ કર્યા હતા. આ દસ્તાવેજમાં અંકલેશ્વર તાલુકા પંચાયતના કર્મચારી અરવિંદ પટેલનું નામ બહાર આવતાં જીઆઇડીસી પોલીસે 6 જેટલા ગુનામાં તેની ધરપકડ કરી હતી.

આ ઉપરાંત શહેર પોલીસ મથકે 3 જેટલા ગુનામાં અરવિંદ પટેલની ટ્રાન્સફર વોરંટથી ધરપકડ કરી હતી. આ ઉપરાંત તાલુકા પોલીસ મથકે પણ 3 થી વધુ ગુના અંકલેશ્વર મામલતદાર દ્વારા નોંધવામાં આવ્યા છે. આ મામલે અન્ય સરકારીની કમર્ચારીની પણ સંડોવણી અંગે આશંકા વ્યકત કરી તેમની તપાસ માટે જિલ્લા પંચાયત તેમજ અંકલેશ્વર તાલુકા પંચાયત ખાતે પૂછપરછનો દોર શરૂ કર્યો હતો.

જીઆઇડીસી પી.આઈ. આર.કે.ધુળીયા જણાવ્યું હતું કે, એજન્ટો મારફતે તાલુકા પંચાયતના ભૂમિ ક્લાર્ક દ્વારા એન.એની ફાઈલ કમિશન પર તૈયાર કરી આપતા હતા. જે ફાઈલ જિલ્લા પંચાયતના મનોજ પિસ્તોલવાલા જિલ્લા વિકાસ અધિકારીનો બોગસ દસ્તાવેજ બાનવી આપતા હતા. જે બાબતે આગળની તપાસ ચાલી રહી છે.

Next Story