Connect Gujarat
ગુજરાત

અંકલેશ્વરઃ 3.50 કરોડની લૂંટનો મામલો, ડોન નારાયણની GIDC પોલીસે શરૂ કરી પૂછપરછ

અંકલેશ્વરઃ 3.50 કરોડની લૂંટનો મામલો, ડોન નારાયણની GIDC પોલીસે શરૂ કરી પૂછપરછ
X

અંકલેશ્વર જીઆઇડીસીમાં આવેલી ગુરૂકૃપા સોસાયટીમાં 28 એપ્રિલની મધરાત્રે મનસુખ રાદડીયાના પરીવારને બંધક બનાવી રૂપિયા 3.50 કરોડની દિલધડક લૂંટનો લોકલ ક્રાઇમ બ્રાંચે પર્દાફાશ કર્યો હતો. જેમાં મનસુખ રાદડીયાની પત્ની શીતલે જ લીંગપ્પા સીના સાથે મળી લૂંટનો કારસો રચ્યો હોવાનું બહાર આવ્યું હતું. પોલીસે અગાઉ લીંગપ્પા સહિત લૂંટના ગુનામાં સંડોવાયેલા ૪ જેટલા આરોપીઓની ધરપકડ કરી રૂપિયા બે કરોડ ઉપરાંતનો મુદૃામાલ રીકવર કર્યો હતો. બાકીના મુદ્દામાલ રીકવરી માટે ઝડપાયેલા આરોપીના રિમાંડ મેળવવા તેમજ મુખ્ય સુત્રધાર બેંગ્લોરના અંડરવર્લ્ડ કનેક્શ ધાવતા ડૉન નારાયણની અંકલેશ્વર જીઆઈડીસી પોલીસે ગોવા કોર્ટમાંથી કબજો મેળવી અંકલેશ્વર લાવીને તેની સઘન પુછપરછ હાથ ધરી છે.

જીઆઈડીસી પોલીસ મથકનાં પીઆઈ આર.કે.ધુળિયાએ જણાવ્યું હતું કે, ગત તારીખ 28મી એપ્રિલનાં રોજ જીઆઈડીસી વિસ્તારમાં આવેલી ગુરૂકૃપા સોસાયટીમાં થયેલ 3.50 કરોડની લૂંટના ગુનામાં અત્યારસુધી 4 લોકોની ધરપકડ કરવામાં આવી હતી. હવે આ લૂંટના ગુનામાં સંડોવાયેલો મુખ્ય આરોપી ડોન નારાયણ સાલીયન મૂળ બેંગ્લેરનો વતની છે. જે ગોવા પોલીસ નાં કબજામાં હોવાથી અંકલેશ્વર પોલીસની ટામ દ્વારા ગોવા જઈ કોર્ટ પાસેથી તેનો કબજો લીધો હતો. હાલમાં અંકલેશ્વર લાવી આ ગુનામાં તેની પુછપરછ કરી વધુ તપાસ હાથ ધરવામાં આવી છે.

અત્રે ઉલ્લેખનીય છે કે, આ લૂટમાં મુખ્ય આરોપી અને ફરિયાદીની જ પત્ની શીતલની સઘન પૂછપરછ કરતાં રૂપિયા ૨૦ લાખ પોતાના ઘરના પ્રેશરકુકરમાં અને રૂપિયા ૩લાખ ઘરની અભરાઈ ઉપર સંતાડી રાખ્યા હોવાની કબુલાત કરી હતી. પોલીસની ટીમે તેની પાસેથી રૂપિયા ૨૩ લાખથી વધુનો મુદ્દામાલ રીકવર કરી હતી. પોલીસ અધિક્ષક ભરૂચના માર્ગદર્શન હેઠળ ગોવા પોલીસનો સંપર્ક કરી,ગોવા પોલીસ મારફતે આરોપી નારાયણ સાંલિયનની ધરપકડ કરવામાં આવી છે. ગોવા કોર્ટમાંથી 5 તારીખ સુધીનાં રિમાન્ડ મળતાં ટ્રાન્સફર વોરંટ લઈ આરોપીને કબજો લઈ અંકલેશ્વર ખાતે લવાયો છે. આ ગુનામાં પકડાયેલા અન્ય 4 આરોપીઓના 11 મે સુધીનાં રિમાન્ડ મળતાં હવે તેમાં વધુ તપાસ હાથ ધરવામાં આવી રહી છે.

Next Story