Connect Gujarat
ગુજરાત

અંકલેશ્વરનાં નવા બોરભાઠા ગામે મારામારીની ઘટનામાં આરોપીઓને કોર્ટે 1 વર્ષની સજા ફટકારી

અંકલેશ્વરનાં નવા બોરભાઠા ગામે મારામારીની ઘટનામાં આરોપીઓને કોર્ટે 1 વર્ષની સજા ફટકારી
X

અંકલેશ્વર તાલુકાનાં નવા બોરભાઠા ગામે સાત વર્ષ અગાઉ ઉગ્ર મારામારીની ઘટના બની હતી. જે બનાવમાં ચાર આરોપીઓને કોર્ટે 1 વર્ષની સજાનો હુકમ કર્યો હતો.

તારીખ 18 ફેબ્રુઆરી 2011નાં રોજ નવા બોરભાઠા ગામનાં રહેવાશી મેઘજીભાઈ ચુનીભાઈ વસાવાનાં દિકરા સુરેશભાઈ સાથે ગામનાંજ શનીયાભાઈ ગુમાનભાઈ વસાવા, ભોલાભાઈ દેવાભાઈ, સંગીતાબેન ભોલાભાઈ તથા મીનાબેન સાગરભાઈ એ એક બીજાની મદદગારી કરી સુરેશભાઈને કુહાડા લાકડી વિગેરેથી માર મારી ઈજાઓ પહોંચાડી હતી.

આ કેસ અકલેશ્વરની કોર્ટમાં ચાલી જતા સરકારી વકીલ ધર્મેન્દ્રસિંહ રણાએ ઈજા પામનારને મારક હથિયાર વડે માર મારવા તથા મદદગારી નું કૃત્ય હોય દાખલો બેસે અને ભોગ બનનારને પણ ન્યાય મળ્યાનો સંતોષ થાય તેવી સજા કરવા રજુઆત કરતા ન્યાયાધીસ એમ.પી. મેહતાએ તમામ આરોપીઓને ગુનામાં એક વર્ષની સાદી કેદની સજા તથા દરેક ને એક હજાર રૂપીયાનો દંડ ફટકાર્યો હતો તથા દંડ ન ભરે તો વધુ ત્રણ માસની સાદી કેદની સજાનો હુકમ કર્યો હતો.

Next Story