Connect Gujarat
ગુજરાત

અંકલેશ્વરનાં રામકુંડ તીર્થને રોટી મેકર અર્પણ કરતુ ગુંજ સોશિયલ ગૃપ

અંકલેશ્વરનાં રામકુંડ તીર્થને રોટી મેકર અર્પણ કરતુ ગુંજ સોશિયલ ગૃપ
X

અંકલેશ્વરનાં પ્રાચીન તીર્થ ક્ષેત્ર રામકુંડ ખાતે આવતા નર્મદા પરિક્રમાવાસીઓની ભોજનની સુવિધામાં સરળતા રહે તેવા આશય સાથે સામાજિક ક્ષેત્રે વિવિધ સેવાકીય પ્રવૃત્તિ કરતા ગુંજ સોશિયલ ગૃપ દ્વારા રોટી મેકર મશીન અર્પણ કરવામાં આવ્યું હતુ.

નર્મદા પરિક્રમા અર્થે આવતા ભક્તો પ્રથમ ચરણની પરિક્રમા દરમિયાન અંકલેશ્વરનાં પ્રાચીન તીર્થ ક્ષેત્ર રામકુંડ ખાતે વિસામો લેતા હોય છે, અને રામકુંડનાં મહંત ગંગાદાસ બાપુ સહિત સાધુ સંતો દ્વારા રોજ અંદાજીત 300 થી 400 પરિક્રમાવાસીઓ માટે ભોજનની નિઃશુલ્ક વ્યવસ્થા કરવામાં આવે છે, પરંતુ આ વ્યવસ્થામાં મોટી માત્રામાં રોટલી બનાવવીએ કાર્ય શ્રમ માંગી લેતુ હતુ.

રામકુંડ તીર્થનાં આ સેવાયજ્ઞમાં સામાજિક ક્ષેત્રે અગ્રેસર ગુંજ સોશિયલ ગૃપ સહાયક બન્યું છે. અને ગુંજ સોશિયલ ગૃપ દ્વારા અંદાજીત રૂપિયા 4 લાખનાં ખર્ચે રોટી મેકરની ભેટ રામકુંડ તીર્થને અર્પણ કરવામાં આવી હતી.

આ પ્રસંગે રામકુંડ તીર્થનાં મહંત ગંગાદાસ બાપુ,ગુંજ સોશિયલ ગૃપનાં પ્રમુખ સુધીર ગુપ્તા,ઉપ પ્રમુખ પિયુષ પટેલ, ગણેશ અગ્રવાલ, ધર્મેશ ચાવડા તેમજ જનક શાહ સહિતનાં અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા.

Next Story